નવીદિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસ કેસમાં સતત ઘટાડો જોવા મળતાં મોટા ભાગના નિયંત્રણો દૂર કરવામાં આવી રહ્યા હતા. પરંતુ દેશમાં પ્રવેશેલા એક નવા વેરિઅન્ટે બધાની ચિંતા વધારી દીધી છે. મળતા અહેવાલ મુજબ કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોનનો સબવેરિઅન્ટ છે અને તેને બીએ.5.1.7 નામ આપવામાં આવ્યું છે. તે વાઇરસ ખૂબ ઝડપથી ફેલાય છે. જાણકારી મુજબ ભારતમાં બીએફ.7 સબ વેરિઅન્ટના પ્રથમ કેસ વિષે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરે જાણકારી મેળવી લીધી છે. નવા વેરિઅન્ટ પછી આરોગ્ય નિષ્ણાતોએ સાવધાની રાખવા ચેતવણી આપી છે કારણ કે ચીનમાં કોવિડ-19 કેસમાં આવેલા ઉછાળા માટે કહેવાતી રીતે બીએફ.7, બીએ.5.1.7 વેરિઅન્ટ જવાબદાર હોવાનું કહેવાય છે.

