નવી દિલ્હીઃ બિલ્કિસ બાનો કેસમાં રેપિસ્ટને છોડવા માટે કેન્દ્રએ મંજૂરી આપી છે તેવો ખુલાસો ગુજરાત સરકારે સુપ્રીમમાં કર્યો છે. 2002માં ગુજરાતમાં ગોધરા રમખાણો પછી બિલ્કિસ બાનો પર સામૂહિક બળાત્કારના કેસમાં ગુનેગાર જાહેર થયેલા 11 આરોપીઓને ગુજરાત સરકારે પોતાની ક્ષમા નીતિ હેઠળ છોડ્યા હતા.
તેની સામે વિરોધનો વંટોળ જાગ્યા પછી ગુનેગારોને છોડવામાં આવ્યા તેની સામે સુપ્રીમમાં અરજી થતાં ગુજરાત સરકારે જણાવ્યું હતું કે આ ગુનેગારોને છોડવામાં કેન્દ્રની પણ મંજૂરી છે. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે આ મુદ્દે કોઈ ત્રીજો પક્ષકાર કેસ દાખલ કરી શકતો નથી.
આ કેસ સુભાષિણી અલી સાથે કોઈ સંબંધ નથી. તેમની અરજી રાજકારણ પ્રેરિત છે. મંગળવારે આ અરજીની ફરીથી સુનાવણી થશે. ગુજરાત સરકારે સુભાષિની અલી અને મહુઆ મોઈત્રા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી સામે સવાલ ઊઠાવ્યા છે. સરકારે પોતાના સોગંદનામામાં જણાવ્યું છે કે ક્ષમાદાનને પડકારવું તે જાહેર હિતની અરજીના કાર્યક્ષેત્રમાં આવતું નથી.

