અમદાવાદઃ દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ બદ્રીનાથ અને કેદારનાથમાં દર્શન અને પૂજાપાઠ કર્યા હતા. બદ્રી-કેદાર મંદિર સમિતિને તેમણે પાંચ કરોડ રૂપિયાનું દાન પણ કર્યું હતુ. બદ્રીવિશાલના દર્શન દરમિયાન તેમણે ગીતાપાઠ પૂજામાં ભાગ લીધો હતો. બદ્રીનાથ મંદિરમાં પૂજાપાઠ બાદ મુકેશ અંબાણી ત્યાં તેમના ગેસ્ટ હાઉસ કોકિલા નિવાસમાં થોડો સમય વિતાવ્યા બાદ બાબા કેદારનાથના દર્શને ગયા હતા. તેઓ ભગવાન બદ્રીવિશાલમાં ભારે આસ્થા ધરાવે છે અને દર વર્ષે બદ્રીવિશાલના દર્શને જાય છે.

