વડોદરામાં માંડ 400 મીટર સુધી યાત્રામાં જોડાયા બાદ અરવિંદ કેજરીવાલ ભાગ્યા

Tuesday 18th October 2022 16:48 EDT
 

વડોદરાઃ આપના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને શહેરમાં તિરંગા યાત્રા કાઢી હતી. જોકે, તે દરમિયાન ઠેરઠેર મોદી મોદી..ના નારા લાગતા તેઓ અકળાઈ ગયા હતા અને યાત્રા કીર્તિ સ્તંભ સુધી પૂર્ણ કરવાને બદલે કેજરીવાલ અને ભગવંત માન અધવચ્ચેથી જ યાત્રા પડતી મૂકીને ભાગી ગયા હતા.

શહેરના ન્યાય મંદિર ભગતસિંહ ચોકથી કીર્તિ સ્થંભ સુધીની એક કિમી.ની તિરંગા યાત્રાનું આપે આયોજન કર્યું હતું. જેથી યાત્રાનો રૂટ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો. ભગતસિંહ ચોક, કીર્તિ સ્તંભ, ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા ખાતે આપ અને ભાજપના કાર્યકરો સામસામે આવી જતા ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી મારમારીના દૃશ્યો સર્જાયા હતા. જેમાં એક કાર્યકરને ઈજા થઈ હતી. કેજરીવાલ અને ભગવંત માન અંદાજે મોડી સાંજે 6.40 કલકના અરસામાં આવ્યા હતા. ભગતસિંહ ચોકથી યાત્રા શરૂ કરી ત્યારથી ઠેર ઠેર હિન્દુ વિરોધી કેજરીવાલ ગો બેક, કેજરીવાલ મુર્દાબાદ અને મોદી... મોદી... એવા નારા લાગ્યા હતા. દરમિયાન આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે ધક્કામુક્કી ખેંચતાણ થઈ હતી. સતત નારાઓ સાંભળી કેજરવાલ લાલચોળ થઈ ગયા હતા અને અકળાઈ ગયા હતા. માંડ 400 મીટર સુધી યાત્રા કાઢ્યા બાદ કેજરીવાલ અને ભગવંતમાન ખંડેરાવ માર્કેટ ચાર રસ્તેથી અધવચ્ચેથી યાત્રા પડતી મૂકીને ભાગવું પડ્યું હતું. અંદાજે 7.05 કલાકે યાત્રાનું પીલ્લુ વળી ગયું હતું.


comments powered by Disqus