શ્રી કૃષ્ણા હોસ્પિટલ, કરમસદની સેન્ટ્રલ ડાયગ્નોસ્ટિક લેબોરેટરીને ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (QCI) તરફથી નેશનલ એવોર્ડ ફોર લેબ એક્સેલન્સ એનાયત કરવામાં આવેલ છે. સમગ્ર ભારતમાંથી મેડિકલ લેબોરેટરીઝ કેટેગરીમાં સંખ્યાબંધ કોર્પોરેટ, ખાનગી અને જાહેર ક્ષેત્રની લેબોરેટરીઝ સ્પર્ધામાં હતી ત્યારે કરમસદની NABH એક્રેડિશન ધરાવતી શ્રી કૃષ્ણા હોસ્પિટલને પ્રતિષ્ઠિત પ્રોફેસર એસ.કે.જોશી એવોર્ડ ફોર લેબોરેટરી એક્સેલન્સ પ્રાપ્ત થયો છે. એવોર્ડમાં 75,000ના રોકડ પ્રાઈઝનો પણ સમાવેશ કરાયો થેસ
QCIની સિલ્વર જ્યુબિલીની ઉજવણીના ગાળામાં જ ગુરુવાર, 6 ઓક્ટોબરે નવી દિલ્હીમાં એવોર્ડ સમારંભનું આયોજન કરાયું હતું. એસોસિયેટ ડીન ઓફ ક્લિનિકલ એક્સેલન્સ એન્ડ એક્રેડિટેશન ડો. મોનિકા ગુપ્તા અને હોસ્પિટલની ડાયગ્નોસ્ટિક સર્વિસીસના આસિસ્ટન્ટ ડીન, ડો. મુસ્તફા રાણાપુરવાલાએ QCIઅને કેપેસિટી બિલ્ડિંગ કમિશન ઓફ ઈન્ડિયાના ચેરમેન શ્રી આદિલ ઝૈનુલભાઈ અને અશોક લેલેન્ડના MD અને CEO શ્રી વિપિન સોન્ઢીના હસ્તે આ એવોર્ડ સ્વીકાર્યો હતો.
ડો. રાણાપુરવાલાએ જણાવ્યું હતું કે આ એવોર્ડ સલામત, સક્ષમ અને નૈતિક પ્રેક્ટિસ પ્રત્યે પ્રતિબદ્ધતા ધરાવતી શ્રી કૃષ્ણા હોસ્પિટલનુ પ્રતિબિંબ જ છે.
એક્રેડિટેશન પ્રોફેસર એસ.કે.જોશી આ દેશના પ્રખ્યાત સાયન્સ વિદ્વાનોમાં એક હતા અને તેમણે IIT રુરકી ખાતે ફીઝિક્સના પ્રોફેસર, નેશનલ ફીઝિક્સ લેબોરેટરીના ડાયરેક્ટર, CSIRના ડાયરેક્ટર જનરલ અને રૂરકી માં નેશનલ ફીઝિક્સ લેબોરેટરીના ડાયરેક્ટર અને નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરીઝ (NABL)ના ચેરમેન સહિતના હોદ્દાઓ પર કામગીરી બજાવેલી છે.
આ પ્રસંગે ડો. મોનિકા ગુપ્તાએ જણાવ્યું હતું કે હોસ્પિટલની લેબોરેટરીએ 2008થી જ શ્રેષ્ઠતાની યાત્રા ચાલુ રાખી છે. ભાઈકાકા યુનિવર્સિટી માટે હોસ્પિટલ શિક્ષણની સેવા આપતી શ્રી કૃષ્ણા હોસ્પિટલ 2008માં સેન્ટ્રલ ડાયગ્નોસ્ટિક લેબોરેટરીના એક્રેડિટેશન સાથે દેશમાં પ્રથમ મેડિકલ હોસ્પિટલ બની હતી જેની બધી જ લેબોરેટરીઓને એક્રેડિટેશન પ્રાપ્ત થયું હોય. 2011માં એડી ગોરવાલા બ્લડ સેન્ટર અને 2014માં રેડિયો-ડાયગ્નોસિસ સેન્ટરને NABH એક્રેડિટેશન પ્રાપ્ત થયું હતું.

