સીએનજી, પીએનજી ગેસમાં 10 ટકા વેટ ઘટાડવા રાજ્ય સરકારે નિર્ણય કર્યો

Tuesday 18th October 2022 16:32 EDT
 
 

અમદાવાદઃ ગુજરાત સરકારે સીએનજી અને પીએનજી ગેસમાં 10 ટકા વેરો (વેટ) ઘટાડા માટે નિર્ણય કર્ય છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી સીએનજી ગેસમાં પ્રતિકિલો અંદાજે રૂ. 6થી 7 તેમજ પીએનજી ગેસમાં પ્રતિ ઘનમીટરે અંદાજે રૂ. 5થી 5.50નો ઘટાડો થશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ સમાવિષ્ટ રાજ્યના 38 લાખ જેટલા લાભાર્થીને વર્ષ દરમિયાન એલપીજી ગેસના કુલ બે સિલિન્ડર વિના મૂલ્યે અપાશે.

રાજ્ય સરકારા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, સરકારના આ નિર્ણયના કારણે 14 લાખ જેટલા સીએનજી વાહન ચાલકોને તેમજ 24.41 લાખ ઘરેલું ગેસ જોડાણ ધારકોને અદાંજે એક હજાર કરોડની રાહત થશે. પ્રધાન મંત્રી ઉજ્જવલા યોજના હેઠળ કુલ 38 લાખ કુટુંબોને આ નિર્ણયથી અંદાજે 650 કરોડની મોટી રાહત થશે. એકંદરે 1,650 કરોડની રાહત અપાઈ છે. ઉજ્જવલા યોજના હેઠળ વર્ષ દરમિયાન કુલ બે ગેસ સિલિન્ડર વિના મૂલ્યે આપવાનો નિર્ણય કરાયો છે. રાજ્ય સરકારની એલપીજી-પીએનજી સહાય યોજનાના અંદાજે 20 હજાર જેટલા લાભાર્થી દ્વારા ગેસના સિલિન્ડરની રકમની ચૂકવણી કર્યા બાદ રિફિલની પૂરેપીર 1050ની રકમ ગ્રાહકના બેંક એકાઉન્ટમાં ત્રણ દિવસમાં જમા કરવામાં આવશે.


comments powered by Disqus