સ્ટેચ્યૂ ઓફ યુનિટ સ્વાતંત્ર્ય સેનાનીઓની સિદ્ધિ અને બલિદાનની યાદઃ ઉપરાષ્ટ્રપતિ

Tuesday 18th October 2022 16:47 EDT
 
 

ગાંધીનગરઃ ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડેએ કહ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્વાતંત્ર્ય સેનાનીઓની સિદ્ધિઓ અને બલિદાનની યાદ અપાવે છે. આ સ્થળની મુલાકાત લઈને મને ઊર્જા, સ્ફૂર્તિ, ઉત્સાહ અને પ્રેરણાની અનુભૂતિ થઈ છે.

ભારતના રાષ્ટ્રપતિ તેમની ગુજરાતની મુલાકાત દરમિયાન નર્મદા જિલ્લાના એક્તાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના પ્રતિમા સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયા હતા. તેમણે પ્રતિમાના ચરણોમાં પુષ્પ અર્પણ કરી ભાવવંદના કરી હતી. તેમણે યુનિટી પરિસરમાં દેશમાંથી આવેલી માટીમાંથી નિર્માણ પામેલી વોલ ઓફ યુનિટીની પણ મુલાકાત લીધી હતી.

ધનખડે મુલાકાત પોથીમાં પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચરણોમાં ભારતની સેવામાં ધન્ય, સ્ફૂર્તિ, ઊર્જા, ઉત્સાહ અને પ્રેરણાની અનુભૂતિ થઈ રહી છે. લોખંડી પુરુષ અને ભારતને એકીકૃત કરનારને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ, સરદાર સાહેબની પ્રતિમા અને સંગ્રહાલય આપણને સ્વતંત્રતા સેનાનીઓની ઐતિહાસિક સિદ્ધિઓ અને મહાન બલિદાનોની યાદ અપાવે છે.

તેમની આ મુલાકાત દરમિયાન તેમના ધર્મપત્ની ડો. સુદેશ ધનખડ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ જોડાયા હતા. યુનિટીની મુલાકાત બાદ તેમણે સરદાર સરોવર નર્મદા ડેમની મુલાકાત લીધી હતી. આરોગ્ય વનની મુલાકાત વખતે તેમણે રૂદ્રાક્ષના છોડનું વાવેતર કર્યું હતું.


comments powered by Disqus