અમદાવાદ એરપોર્ટ પર રૂ. ૪૨ કરોડના હેરોઈન સાથે ઝિમ્બાબ્વેની યુવતી પકડાઈ

Tuesday 19th April 2022 17:00 EDT
 

અમદાવાદઃ અમદાવાદ એરપોર્ટ પર DRIને વધુ એક મોટી સફળતા મળી છે. ઝિમ્બાબ્વેથી આવતી યુવતીની અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પથી રૂ. 42 કરોડના 6 કિલો જેટલા ડ્રગ્સ સાતે ધરપકડ કરી છે. યુવતીના બેગમાં બનાવેલા વધારાના ખાનામાં ડ્રગ્સ સંતાડેલું હોવાનં તપાસમાં બહાર આવ્યું હતું.
ડીઆરઆઈને માહિતી મળી હતી કે, એક યુવતી ઝીમ્બાબ્વેથી તેની સાથે ડ્રગ્સ લઈને આવી રહી છે. બાતમીને આધારે ડીઆરઆઈના અધિકારીઓએ અબુધાબીથી અમદાવાદ એરપોર્ટ પર આવેલી યુવતીને અટકાવી તેના સામાનની તપાસ કરી હતી. પ્રથમ દૃષ્ટિએ યુવતીના બેગમાંથી કંઈ જ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. પરંતુ બાદમાં તેની બેગમાં વધારાના ખાના બનાવેલા હોવાનું જણાતા ઊંડાણપૂર્વક તપાસ કરતા તેની બેગમાંથી બ્રાઉન પાઉડર મળી આવ્યો હતો. એટલે FSL અધિકારીઓએ પદાર્થનું ફિલ્ડ ડ્રગ આઇડેન્ટિફિકેશન ટેસ્ટ કિટ દ્વારા તપાસ કરતા આ પદાર્થ નારકોટિક્સ ડ્રગ્સ હેરોઈન હોવાનું જાણવા મળ્યું હતું. યુવતી પાસેથી કુલ 5968 કિલોનો હેરોઈનનો જથ્થો મળી આવ્યો હતો. જેની અંદાજિત કિંમત 42 કરોડ છે.


comments powered by Disqus