નવીદિલ્હીઃ ભારતમાં કોરોનાના દરરોજ નોંધાતા નવા કેસમાં અચાનક 90 ટકાનો ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમા નવા 2183 કેસ નોંધાયા છે. પરિણામે કુલ સંક્રમિતોનો આંકડો વધીને 4.30 કરોડને પાર કરી ગયો છે. એક મહિનાના અંતરાલ પછી રોજિંદા કેસની સંખ્યા 2000ને વટાવી ગઈ છે. વીતેલા 24 કલાકમાં વધુ 214 દર્દીઓ કોરોનાના ભોગ બન્યા છે આને કારણે કુલ મૃત્યુઆંક વધીને 5,21,965 થયો છે. મૃત્યુદર 1.21 ટકા નોંધાયો છે. રિકવરી રેટ 98.76 ટકા રહ્યો છે. જોકે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 11,1542 થઈ છે.
ભારતમાં ફરી કોરોનાના કેસોમાં વધારોઃ ચોથી લહેરની આશંકા
વિશ્વના અનેક દેશોની સાથે ભારતમાં પણ કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે. જેના કારણે આરોગ્ય એજન્સીઓની ચિંતા વધી ગઇ છે. છેલ્લા બે વર્ષથી સતત કોરોનાના નવા વેરિએન્ટ સામે આવી રહ્યા છે. સતત કેસ વધવાને કારણે ભારતમાં કોરોનાની ચોથી લહેરની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે.
ભારતમાં 80 દિવસોમાં પહેલી વખત કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસોની સંખ્યામાં વૃદ્ધિ જોવા મળી છે. કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખી કેન્દ્ર અને રાજ્ય સરકારોએ પણ ઇમરજન્સી બેઠક બોલાવી હતી.

