વડાપ્રધાન મોદીએ જિલ્લા પંચાયતોના 18 પદાધિકારી-સભ્યો સાથે બેઠક યોજી

Tuesday 19th April 2022 16:56 EDT
 

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની વિવિધ જિલ્લા પંચાયતોના 18 પદાધિકારીઓ, સભ્યો સાથે નવી દિલ્હીમાં મુલાકાત બેઠક યોજી હતી. આ બેઠકમાં વડાપ્રધાને ગુજરાતમાં પંચાયતીરાજ વ્યવસ્થાના સુદ્રઢીકરણ માટેની જે કામગીરી થઈ છે તેમાં પંચાયતના સભ્યોના યોગદાન અંગે માર્ગદર્શન આપ્યું હતું.
ડાંગ, સાબરકાંઠા, વલસાડ, આણંદ સહિતના વિવિધ જિલ્લાના 18 સભ્યો સાથે યોજાયેલી આ બેઠકમાં વડાપ્રધાને આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી ગ્રામીણ સ્તરે પણ જનસમુદાય સુધી વ્યાપક બનાવવામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના સભ્યોની ભૂમિકા સમજાવી હતી.
આ અંગે સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ ધીરજભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનને મળવાથી અમને એક નવી ઉર્જા મળે છે. કેવી રીતે કામ થઈ શકે તેનું માર્ગદર્શન પણ મળે છે. પંચાયત પરિષદમાં આવ્યા હતા ત્યારે વડાપ્રધાને ઘણા સૂચનો કર્યા હતા અને કહ્યું હતું કે આ 75 વર્ષ આઝાદીનો અમૃત મહોત્સવ છે.


comments powered by Disqus