સસ્પેન્ડેડ કમાભાઈ રાઠોડ શ્રી કમલમે ફરી પોંખાયા

Tuesday 19th April 2022 17:00 EDT
 

ગાંધીનગરઃ એક સમયે ભાજપે ટિકિટ ન આપતા ખુલ્લેઆમ બળવો કરનારા પૂર્વ ધારાસભ્ય કમાભાઈ રાઠોડ ફરીથી ભાજપમાં જોડાયા હતા. છેક સાણંદથી રોડ શો કરીને ગાંધીનગરના કોબા સ્થિત શ્રી કમલમે પહોંચેલા કમાભાઈ પોતાની સાથે કોથળા ભરીને ચણા આવ્યા હતા. આ બાબતે પૂછવામાં આવતા તેમણે ભાજપના સુપોષણ અભિયાન માટે એક હજાર કિલો ચણા લાવ્યાનું કહ્યું હતું. જેને કૂપોષણથી પિડાતા બાળકોમાં વિતરણ કરવામાં આવશે. ભાજપે હવે એક સમયે પક્ષ વિરુદ્ધ કાર્યવાહીના નામે સસ્પેન્ડ કરાયેલા નેતાઓની ભરતી શરૂ કરી છે. જેમાં અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાંથી કમાભાઈ રાઠોડને ફરીથી પક્ષમાં લેવામાં આવ્યા છે.


comments powered by Disqus