સુરતઃ શહેરના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે 3 દિવસ સ્માર્ટ સિટીઝ, સ્માર્ટ અર્બનાઈઝેશન નેશનલ સમિટનો કેન્દ્રીય હાઉસિંગ અને શહેરી બાબતો, પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રી હરદિપસિંહ પૂરીએ પ્રારંભ કરાવ્યો હતો. સમિટમાં દેશના 100 શહેરના ડેલિગેટ્સ આવ્યા હતા. જ્યારે 24 સ્માર્ટ સિટીને એવોર્ડ આપવામાં આવ્યા હતા. આ સાથે 22 પ્રોજેક્ટ એવોર્ડ મળી કુલ 51 આપવામાં આવ્યા છે. સુરતને સ્માર્ટસિટી સહિત પાંચ એવોર્ડ મળ્યા હતા. ઓવર ઓલ સિટી એવોર્ડ તરીકે સમગ્ર ભારતમાં સુરત અને ઈન્દોરની પસંદગી કરવામાં આવી છે.
24થી વધારે સ્માર્ટ સિટીને એવોર્ડ આપવામાં આવ્યા છે. આ સાથે 22 પ્રોજેક્ટ એવોર્ડ આપવામાં આવ્યા છે. જે સિટી એવોર્ડ આપવામાં આવ્યા છે તે સુરત અને ઈન્દોરને ઓવરઓલ મળ્યા છે. સુરતને બીજા ચાર પ્રોજેક્ટ એવોર્ડ મળ્યા છે. સુરતને કુલ પાંચ એવોર્ડ મળ્યા છે.
આ પ્રસંગે કેન્દ્રીય હાઉસિંગ અને શહેરી બાબતો, પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રી હરદિપસિંહ પૂરીએ જણાવ્યું કે, સ્માર્ટ સિટી યોજના એ ભવિષ્યલક્ષી યોજના છે, જેના થકી દેશમાં વિકાસસુવિધાઓ વધવાની સાથે ભાવિ જરૂરિયાતો પણ પૂર્ણ થશે.
ગુજરાત પેવેલિયન તૈયાર કરાયું
દેશના વિવિધ રાજ્યના મહાનગરોમાંથી આવનારા મહેમાનોને આવકારવા રાજ્યના ડેવલપમેન્ટથી વાકેફ કરાવવા ગુજરાત પેવેલિયન તૈયાર કરાયું છે. આ પેવેલિયનમાં રાજ્યની મુખ્ય ચાર મહાપાલિકા દ્વારા થયેલી વિકાસલક્ષી કામગીરીના મોડેલ રજૂ કરવામાં આવ્યા છે.

