મોરબીઃ હનુમાન જયંતીના પવિત્ર પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબીમાં રામભક્ત હનુમાની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું તેમણે કહ્યું કે, હનુમાનજીએ એક ભાત શ્રેષ્ઠ ભારતનું સૂત્ર સાચા અર્થમાં ચરિતાર્થ કર્યું હતું. હનુમાનજી તેમની ભક્તિ અને સેવાભાવથી સૌને જોડતા હતા. ભગવાન રામ સામર્થ્યવાન હોવા છતાં તેણે સૌને સાથે રાખેલા. આ જ તો છે સબકા સાથ, સબકા પ્રયાસ! 130 કરોડ દેશવાસીઓ મારા માટે રામ સ્વરૂપ છે. તેમણે તીર્થસ્થાનો થકી પ્રવાસનના વિકાસ વિશે કહ્યું કે, યાત્રાધમોમા એવી સફાઈ હોવી જોઈએ કે, લોકોને ત્યાંથી સ્વચ્છતાનું શિક્ષણ મળે.
સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, મોરબીના ઔદ્યોગિક ત્રિકોણથી મિની જાપાન રચાયું છે. વડાપ્રધાન આ પ્રસંગે સૌને સ્વદેશી ચીજો વાપરવાનો આગ્રહ કર્યો અને કહ્યું કે, સૌ ભારતીય વસ્તુઓનો આગ્રહ રાખે તો રોજગારીનો પ્રશ્ન જ ન રહે! રાજકોટના એન્જિનયરિંગ ઉદ્યોગ, મોરબીના ઘડિયાળ, સિરામિક ઉદ્યોગ અને જામનગરના બ્રાસ પાર્ટ્સ ઉદ્યોગથી રચાયેલા ત્રિકોણ અને હવે કચ્છ પણ તેની પડખે ઊભુ છે.
કચ્છની જેમ જ મોરબી આફતને અવસરમાં પલટાવી છે
હર કોઈ હનુમાનજીમાંથી પ્રેરણા મેળવે છે. વનવાસી અને વનબંધુઓને માન-સન્માન અપાવવાનું પ્રતિક હનુમાનજી છે. એક ભારત શ્રેષ્ઠ ભારતના પણ હનુમાનજી મહત્ત્વના સૂત્ર છે. આ જ પ્રકારે રામકથાનું આયોજન દેશભરમાં થતું રહે છે. રામકથા દરેકને જોડે છે, ખોખરા હનુમાનધામ સાથે મારો નાતો મર્મ, કર્મ અને પ્રેરણાનો રહ્યો છે. મચ્છુ ડેમની દુર્ઘટના વખતે હનુમાનધામ પ્રવૃત્તિથી ધમધમતું થઈ ગયેલું અહીંથી ઘેર ઘેર મદદ પહોંચી લાંબો સમય સ્વયંસેવક તરીકે બધાની વચ્ચે રહેવાનું મને સૌભાગ્ય મળેલું. કચ્છના ભૂકંપ વખતે જે ભગીરથ કામ થયું તેમાં મોરબીની સેવાભાવનાનો અનુભવ સતત યાદ રહ્યો.

