હમશકલ પાસપોર્ટથી અમેરિકા જઈ પરત આવેલો પરિવાર નિર્દોષ છૂટી ગયો

Tuesday 19th April 2022 17:02 EDT
 

અમદાવાદઃ હમશકલ પાસપોર્ટના આધારે અમેરિકા જઈને પરત આવેલા દક્ષાબેન પટેલ અને જૈમીન પટેલ અને ભીખાભાઈ પટેલ અમદાવાદ એરપોર્ટ ઉપરથી વર્ષ 2011ના રોજ પકડાયા હતા. જે કેસ ચાલતા એડીશનલ ચીફ મેટ્રોપોલીનટ મેજિસ્ટ્રેટ બી.એચ.કાપડિયાએ ત્રણેય આરોપીને નિર્દોષ છોડી મુકયા છે. કોર્ટે નોંધ્યુ છે કે, ધી પાસપોર્ટ એકટની કલમ 15 મુજબ તપાસનીશ અધિકારીએ કોઈ પરવાનગી કેન્દ્ર સરકારની લીધી નથી. તપાસનીશ અધિકારીએ આદેશાત્મક જોગવાઈનો ભંગ કરી અધુરી તપાસ કર્યાંનું જણાઈ આવે છે. પોલીસની તપાસમાં બોગસ પાસપોર્ટ કોણે તૈયાર કર્યો સહિતના મુદ્દે કોઈ તપાસ કરવામાં આવી નહોતી.
વર્ષ 2003માં દક્ષાબેન પટેલ અને જૈમીન પટેલ અને વર્ષ 1998માં ભીખાભાઈ પટેલ રૂ.15 લાખ આપીને હમશકલ પાસપોર્ટના આધારે મુંબઈથી પેન્સલવેનીયા થઈને અમેરિકા ગયા હતા. આ પછી વર્ષ 2011માં અમેરિકાથી અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ આવતા ઈમીગ્રેશન અધિકારીએ પકડી પાડયા હતા.જેમની સામે પોલીસે સરદારનગર પોલીસ મથકમાં કેસ કર્યો હતો.


comments powered by Disqus