અમદાવાદ: સુરેન્દ્રનગરમાં જમીનના ગોટાળા તથા જમીનનું વળતર ચૂકવવાના કેસમાં સીબીાઈ દ્વારા ગત તા. 18મેના રોજ સુરેન્દ્રનગરના તત્કાલીન કલેકટર અને ગુજરાત કેડરના આઈએસ કે. રાજેશ સામે ગુનો દાખલ કરીને તેની સાથે ઘનિષ્ઠતપાસ હાથ ધર્યા બાદ તેમની સામે મજબૂત પુરાવાઓ મળતાં તેમની 13જુલાઈએ મોડી રાત્રે સીબીઆઈ ટીમ દ્વારા ધરપકડ કરી લેવાઈ છે. એટલે કે સીબીઆઈમાં ફરિયાદ નોંધાયાના 57 દિવસ બાદ કે. રાજેશની ધરપકડ કરાઈ છે.
4 વર્ષમાં આ ત્રીજા IAS સામે તવાઈ
સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર અને સામાન્ય વહીવટ વિભાગ GADના જોઈન્ટ સેક્રેટરી તરીકે રહેલા વર્ષ 2011ની બેચના આઈએએસ કંકીપતિ રાજેશને છેવટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં ચાર વર્ષમાં સસ્પેન્ડ થનારા કે. રાજેશ ત્રીજા આઈએએસ છે. વર્ષ 2020માં નૈતિક અધપતન, ગેરવહીવટ અને કૌભાંડોમાં આઈએએસ ગૌરવ દિયા પહેલાથી જ સસ્પેન્ડ છે. તે પહેલા 2018માં જૂનાગઢ મ્યૂ. કોર્પોરેશનના ડસ્ટબિન ખરીદીકાંડમાં આઈએએસ વી.જે.રાજપૂતને પાણિચુ પકડાવી દેવાયું હતું. સુરેન્દ્રનગર કલેકટર રહેતા જમીન કૌભાંડ, 300થી વધારે હથિયાર લાયસન્સનો વહીવટી, કલકારી નાણાનો ગેરવહીવટ અને લાંચની ફરિયાદો સંદર્ભે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈએ ધરપકડ કર્યા બાદ કે. રાજેશની પોલીસ કસ્ટડીમાં 48 કલાકની મુદ્દત વિતતા GAD એ પોતાના જ જોઈન્ટ સેક્રેટરીને સસ્પેન્ડ કર્યાનો રિપોર્ટ ભારત સરકારના પર્સોનલ ડિપાર્ટમેન્ટને મોકલ્યાનું જાણવા મળ્યું છે.

