હિમતનગરઃ સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના જવાનપુરા, ઉમેદગઢ, વિરપુરઅને મોટા કોટડામાં રહેતા હિન્દુ ધર્મના 32 લોકોએ ધર્મપરિવર્તન માટેની અરજી જિલ્લા કલેક્ટરને આપી બૌદ્વ ધર્મ અપનાવવા માટેની મંજૂરી માંગી હતી. જોકે જિલ્લા કલેક્ટરે ૨૫ લોકોને હિન્દુ ધર્મ અપનાવવા માટેની કાયદેસરની પરવાનગી આપી હતી. આ અંગેની વિગત એવી છે કે ઇડર તાલુકાના અનુસુચિત જાતિના લોકો હિન્દુ ધર્મમાંથી બૌદ્વ ધર્મ અંગીકાર કરી રહ્યા છે.ત્યારે હિન્દુ ધર્મમાંથી બૌદ્વ ધર્મમાં પરિવર્તન કરવા માટે કાયદાની જોગવાઇ મુજબ વર્ષ સ્વાતંત્ર અધિનિયમ ૨૦૦૩ની કલમ 5 અને ગુજરાત ધર્મ સ્વાતંત્ર નિયમો 2008ના નિયમ 4 (1) અંતર્ગત જિલ્લા કલેક્ટર મંજૂરી મેળવવાની હોય છે.
