ઊંઝાઃ અમદાવાદમાં રહેતા માઇભક્તે ઊંઝાના ઉમિયા મંદિર ખાતે માતાજીના શ્રૃંગાર માટે 5 લાખ રૂપિયાના 100 ગ્રામ સોનાના આભૂષણ ભેટમાં આપ્યા હતા.
કડવા પાટીદારના કુળદેવી શ્રી ઉમિયા માતાજીના મંદિરે માતાજીના શ્રૃગાંરમાં અભિવૃદ્ધિ થાય એવા શુભ ભાવ સાથે ભકતો સોનાનું દાન કરતાં હોય છે. ઉનાવાના વતની તથા હાલ અમદાવાદના વસ્ત્રાલ ખાતે રહેતા માઇભક્ત પ્રશાંતકુમાર નાગરભાઈ પટેલે રૂ. 5,15,050ના અંદાજિત 100 ગ્રામ સોનાના આભૂષણ મા ઉમિયાનાં ચરણોમાં અર્પણ કર્યાં હતાં. જે બદલ ઉમિયા માતાજી સંસ્થાનના મંત્રી દિલીપભાઈ નેતાજી સહિતના અન્ય સભ્યોએ દાતા પરિવારનો આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ અનેક વખત ભક્તો દ્વારા માતાને સોનાના આભૂષણો અને અન્ય રોકડ દાન કરી હોવાના પ્રસંગો પણ સામે આવી ચૂક્યા છે.

