નવ વીઘા જમીનમાં બાજરી વાવી સત્ય, પ્રેમ કરુણાને ઉજાગર કર્યા

Tuesday 19th July 2022 11:51 EDT
 
 

ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ઘેટી ગામના મુકેશભાઇ ડુંગરશીભાઇ ચાવડાએ નાનપણમાં મોરારિબાપુની રામકથા સાંભળીને તેમની વાણીથી પ્રભાવિત થઇ તેમના વિચારને કંઇક અલગથી પ્રગટ કરવાનો સંકલ્પ કરેલો જે 39 વર્ષે પૂરો કર્યો. સત્ય,પ્રેમ અને કરુણાના લખાણથી નવ વીઘા જમીનમાં બાજરીનું વાવેતર કરીને ઇન્ડીયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પામ્યું છે. 12 વર્ષની વયે પહેલીવાર મોરારિબાપુની રામકથા ઘરે ટેપ રેકોર્ડરમાં સાંભળેલી બસ ત્યારથી મોરારિબાપુની વાણીથી પ્રભાવિત થયો અને સંકલ્પ કર્યો કે પૂજ્ય બાપુના કોઈપણ વિષય પર કંઇક અલગ કરીને ઘેટી ગામનું નામ રોશન કરવું છે.


comments powered by Disqus