જૂનાગઢ: ભારતી આશ્રમના ગાદીપતિ મહામંડળેશ્વર હરિહરાનંદ બાપુ કોરોના પોઝિટિવ આવતા તેઓને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જૂનાગઢ સ્થિત તેમના આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરીને તેઓ અમદાવાદ ખાતે આવ્યા હતા. ત્યાં તેમની તબિયત બરાબર ન હોવાથી ઝાયડસ હોસ્પિટલમાં તેઓનું નિદાન કરવામાં આવ્યા બાદ તેમનો કોરોના પોઝિટિવ આવતા તેમને દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની તબિયત નોર્મલ હોવાનું તેમના સેવક કેતન રાણપણિયાએ જણાવ્યું હતું.

