અમદાવાદઃ ગુજરાતના એશિયાટિક ગિરના સિંહને જોવા એ એક અદ્ભૂત લ્હાવો છે, પ્રવાસીઓ તેને જોવા માટે દેશ- વિદેશથી પણ આવે છે, પરંતુ હવે ગિરના સિંહોના દર્શનનો લહાવો લેવા માટે હવે તમારે સોમનાથ સુધી લાંબુ થવુ નહીં પડે તમે તેને હવે નાના પરદા પર પણ નિહાળી શકશો. ગિરમાં સિંહોના જીવનમાં ડોકિયું કરાવતી આ અદભૂત ડોક્યુમેન્ટરીને આ રીતે પ્રથમ વખત ફિલ્માવવામાં આવી છે.
રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ 12 એપિસોડની એક ખાસ ડોક્યુમેન્ટરી 'ધ પ્રાઇડ કિંગડમ'નું નિર્માણ કર્યું છે.
આ ડોક્યુમેન્ટરીની અત્યંત રસપ્રદ બાબત એ છે કે, કહાનીના નાયક એવા જોડિયા સિંહ ભાઈઓ ભૂરિયા બંધુ કેવી રીતે તેમના પ્રદેશ પર કબજો મેળવવા માટેની મથામણ આદરે છે. આ ડોક્યુમેન્ટરીનો એક એપિસોડ ચિત્તા અને અન્ય પ્રાણીઓમાં સિંહના વ્યાપ્ત ભયને પણ કેમેરામાં કંડારે છે અને તેમના આ ભાવ દર્શાવે છે કે સિંહ શા માટે જંગલનો રાજા કહેવાય છે. સિંહોનું વર્તન અને મનુષ્યો સાથેનું તેમનું સહનજીવન કોઈપણ વન્યજીવસૃષ્ટિ અથવા જંગલના ઈતિહાસમાં એક અસામાન્ય ઘટના છે. આ ડોક્યુમેન્ટરીમાં તમને આવુ ગણુ બધુ જોવા મળશે.
પરિમલ નથવાણીએ આ ડોક્યૂમેન્ટરી વિશે જણાવ્યું હતું કે, “હું 35 વર્ષ કરતાં વધુ સમયથી નિયમિત રીતે ગિરની મુલાકાત લઈ રહ્યો છું. જે બાબત મને સૌથી વધુ આકર્ષે છે તે એશિયાટિક સાવજોનો શાહી સ્વભાવ.
આ ડોક્યુમેન્ટરીની લિંક આ પ્રમાણે છેઃ Youtube link: https://bit.ly/3z2Omfp
પ્રોજેક્ટ લાયન માટે રૂ. 1000 કરોડનું ભંડોળ મંજૂર
કેન્દ્ર સરકારે પ્રોજેક્ટ લાયન માટે રૂ. 1000 કરોડનું ભંડોળ મંજૂર કર્યું છે અને ડિસેમ્બર 2022 સુધીમાં તેની ફાળવણી કરવામાં આવશે

