11 ધારાસભ્યોએ સંસ્કૃતમાં એક ધારાસભ્યે રામના નામે શપથ લીધા

Wednesday 21st December 2022 05:22 EST
 
 

ગાંધીનગરઃ ધારાસભ્યોને મંત્રીપદના શપથ લેવડાવવા સોમવારે શપથવિધિ સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં 182 પૈકી 181 ધારાસભ્યો હાજર હતા. ધારાસભ્યોમાં 11 ધારાસભ્યોએ સંસ્કૃતમાં શપથ લીધા, જયારે બેએ હિન્દીમાં શપથ લીધા હતા. જ્યારે બાકીના તમામે ધારાસભ્યોએ ગુજરાતીમાં શપથ લીધા હતા.
જયેશ રાદડિયા વિદેશ હોવાથી આવ્યા પછી શપથ લેશે. કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ બંધારણના સોગંદ લઇને શપથ લીધા, તો ફતેસિંહ ચૌહાણે શ્રીરામના સોગંદ સાથે શપથ લીધા હતા.


comments powered by Disqus