ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા કેલેન્ડર વર્ષ દરમિયાન જી-20 દેશોની અમદાવાદમાં યોજાનારી 15 જેટલી બેઠકો અંતર્ગત અર્બન-20 બેઠક સંદર્ભે લોગો વેબસાઇટ તથા વેલકમ સોંગનું સોમવારે ગાંધીનગરથી લોન્ચિંગ કર્યું હતું. આ તબક્કે એમણે કહ્યું કે, અર્બન-20ની છઠ્ઠી શ્રેણી અમદાવાદમાં યોજાશે, ઉપરાંત શહેરમાં 9-10 ફેબ્રુઆરીએ સિટી શેરપા મિટિંગ તથા જુલાઈમાં અર્બન-20 મેયર્સ સમિટ યોજાશે.
ડેવલપમેન્ટ, એફોર્ડેબલ હાઉસિંગ, સર્વગ્રાહી સામાજિક વિકાસ જેવા વિષયો અર્બન-20 બેઠકમાં ચર્ચાશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, અર્બન-20 સમિટના સંદર્ભમાં શહેરી મુદ્દાઓના સમાધાન માટે ગુજરાત સરકાર રોડ-મેપ તૈયાર કરશે, જેને માટે અમ્યુકો દ્વારા એક દસ્તાવેજ પણ તૈયાર થશે. કેન્દ્રીય મંત્રીએ તેમના વીડિયો સંદેશોમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં યોજાનારી અર્બન-20 સમિટમાં સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટના લક્ષ્યાંકો સિદ્ધ કરવામાં શહેરોની ભૂમિકા ઉપર બહુવિધ દૃષ્ટિકોણ રાખી ચર્ચા થશે.

