એરપોર્ટ પર એક મહિનામાં 1164 ચાર્ટર્ડ પ્લેનની અવરજવર

Wednesday 21st December 2022 04:26 EST
 
 

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને કારણે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 10 નવેમ્બરથી 10 ડિસેમ્બર એક જ મહિના વીવીઆઇપીઓના ચાર્ટર્ડ પ્લેન્સની અવરજવરે છેલ્લાં પાંચ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. એર ટ્રાફિક કંટ્રોલરના લોગ બુક મુજબ 1164 ચાર્ટર્ડ વિમાનોની આવનજાવન નોંધાઈ છે. આમ સરેરાશ એરપોર્ટ પર પ્રતિદિન 39 જેટલાં ચાર્ટર્ડ વિમાન આવ્યાં છે. છેલ્લા એક મહિનામાં ચાર્ટર્ડ વિમાનમાં પાંચ હજાર જેટલા વીવીઆઇપી સહિત બિઝનેસમેને મુસાફરી કરી છે. આ વખતની વિધાનસભા ચૂંટણીમાં વિવિધ રાજકીય પક્ષોએ એડવાન્સમાં ચાર્ટર્ડ બુક કરી દીધાં હતાં. એરપોર્ટ પર એક જ દિવસમાં 58 જેટલાં ચાર્ટર્ડ વિમાનોએ આવનજાવનનો પણ રેકોર્ડ સર્જ્યો છે. છેલ્લા મહિનામાં 5 હજારથી વધુ બિઝનેસમેન, વીવીઆઇપી અમદાવાદ આવ્યા હતા.


comments powered by Disqus