ગુજરાતના રાજકારણને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસના વિધાયક દળના નેતાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. એવું જાણવા મળી રહ્યું છે કે, પ્રદેશ કોંગ્રેસ દ્વારા હાઇકમાન્ડને શૈલેશ પરમાર અને સી.જે. ચાવડાનાં નામ વિપક્ષી નેતાના પદ માટે મોકલી આપ્યાં છે.
અર્જુન મોઢવાડિયાએ વિપક્ષી નેતા બનવા કર્યો ઇનકાર
જો પાટીદાર ચહેરાને વિપક્ષી નેતા બનાવાય તો કિરીટ પટેલને પણ વિપક્ષ નેતા બનાવાઈ શકે. જ્યારે જગદીશ ઠાકોર પણ ઉત્તર ગુજરાતનું રાજકારણ કરતા હોવાથી સી.જે. ચાવડા અને કિરીટ પટેલની શક્યતા ઓછી દેખાઈ રહી છે, પરંતુ શૈલેશ પરમારનું નામ લગભગ નક્કી હોવાનું લાગી રહ્યું છે. જ્યારે બીજી બાજુ અર્જુન મોઢવાડિયાએ વિપક્ષ નેતા બનવાની ના પાડી દીધી છે. અર્જુન મોઢવાડિયાએ કોઈપણ નવા ચહેરાને વિપક્ષ નેતા બનાવવાની ઇચ્છા ધરાવી છે.
