ડભોઈના વઢવાણા પક્ષીધામ ખાતે યાયાવર પક્ષીઓનું આગમન

Wednesday 21st December 2022 06:06 EST
 
 

ડભોઈ તાલુકાનું વઢવાણા તળાવ પક્ષીધામ તરીકે વિશ્વવિખ્યાત છે. શિયાળાની ઋતુમાં અહીં દેશવિદેશથી જાતજાતનાં યાયાવર પક્ષીઓનું આગમન થયું છે. પક્ષીધામ વઢવાણા ખાતે હાલમાં 100 રાજહંસ, 200 ગાજહંસ, 50 ગઢવાલ, 50 હેરીપર, 35 કેવ, 60 ફંજ સહિતના 50 હજાર જેટલાં અન્ય પક્ષી આવી ચૂક્યાં છે. આ વર્ષે ઠંડીની શરૂઆત થવા છતાં પણ ઓસ્ટ્રેલિયા તરફથી આવતાં ડેમોશિયલ ક્રેન હજી આવ્યાં નથી.


comments powered by Disqus