આણંદપર: ચોમાસામાં સારો વરસાદ થતાં પશ્વિમ કચ્છના ખેડૂતોએ કપાસ અને મગફળીનું વાવેતર કર્યું હતું, પરંતુ પુષ્કળ વરસાદને લીધે કપાસ તેમજ મગફળી પલળવાને લીધે ગુણવત્તાને અસર પહોંચતાં ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો. હાલમાં ખેડૂતોએ રાયડાનું વાવેતર કર્યું છે. જેમજેમ ઠંડી વધશે તેમ તેમ રાયડામાં વૃદ્ધિ થશે.
રાયડાનું નવેમ્બર માસમાં વાવેતર કરવામાં આવે છે. કુરબઈના નરેન્દ્ર પટેલ અને આણંદપરના રવિલાલ છાભૈયાએ જણાવ્યું હતું કે, વાતાવરણ સારું રહે અને પાણી મીઠાં હોય તો એક એકરે 25થી 30 મણનો ઉતારો આવે છે. અન્યથા 15થી 17 મણથી સંતોષ માનવો પડે છે. આ વર્ષે વાતાવરણ સારું રહેશે તો રાયડાને ફાયદો થશે તેમ ખેડૂતો કહે છે.

