પ્રધાનમંત્રી મોદીનાં માતા શતાયુ હીરાબાનું નિધનઃ પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન

નરેન્દ્ર મોદી સહિત ચારેય ભાઈઓએ માતાને આપ્યો મુખાગ્નિ

Friday 30th December 2022 01:33 EST
 
 

પ્રધાનમંત્રી મોદીના મનમાં દેશસેવાનાં બીજ રોપનારા શતાયું હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. છેલ્લા થોડા સમયથી હીરાબાને શ્વાસ લેવામાં તકલીફ હોવાથી યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. ગુરુવાર સુધી તેમની તબિયતમાં સુધારો હોવાનું તેમના હેલ્થ બુલેટિનમાં જણાવવામાં આવ્યું હતું, પરંતુ શુક્રવારે વહેલી સવારે 3:30 વાગ્યે યુ.એન. મહેતા હોસ્પિટલમાં જ તેમનું નિધન થયું હતું.

માતા હીરાબાના નિધનના સમાચાર મળતાં જ નરેન્દ્ર મોદી વહેલી સવારે રાયસણ ખાતેના પંકજભાઈના નિવાસસ્થાને પહોંચી ગયા હતા, જ્યાં તેમણે તેમનાં માતા હીરાબાનાં અંતિમ દર્શન કર્યાં હતાં. જે બાદ સેક્ટર-30ના સ્મશાનમાં માતા હીરાબાનાં અંતિમસંસ્કાર કર્યાં હતાં.
સ્મશાનગૃહમાં નરેન્દ્રભાઈ સહિત ચારેય ભાઈઓએ માતા હીરાબાને મુખાગ્નિ આપ્યો હતો. આ પ્રસંગે શંકરસિંહ વાઘેલા, ગૌતમ અદાણી સહિત અનેક લોકોએ હાજરી આપી હતી. સમાચાર મળતાં જ સૌપ્રથમ આવેલા શંકરસિંહ વાઘેલાએ પ્રધાનમંત્રી મોદીને માતાના નિધન પર સાંત્વના પાઠવી હતી.


comments powered by Disqus