મહિલાને પીલરે બાંધી અપાઈ તાલિબાની સજા બે સ્ત્રી સહિત ચાર શખ્સે આપી અમાનવીય સજા

Wednesday 21st December 2022 05:52 EST
 
 

બાબરા તાલુકાના ગળકોટડી ગામે રહેતી મહિલા ભાનુબેન કવાભાઈ સાડમિયાના પતિનું ચાર વર્ષ પહેલાં અકસ્માતમાં મૃત્યું નીપજ્યું હતું. એ પછી ભાનુબહેને કોર્ટમાં અન્ય સાથે લગ્ન કરી લીધાં હતાં. બાદમાં ભાનુબેન કોઈ કારણસર ગળકોટડી બાળકોને સાથે લઈને આવ્યાં હતાં. આ દરમિયાન એની નણંદ, નણદોઈ, દેરાણી અને એક અન્ય શખ્સે તેની સાથે બીજા લગ્ન કરવા અંગે રોષ રાખી ઝઘડો કર્યો હતો અને બળજબરીથી ઢસડી  પીલરે બાંધી ઢોરમાર મારી વાળ કાપી નાખ્યા હતા. મહિલાના પિતાની ફરિયાદના આધારે પોલીસે 2 મહિલા અને બે પુરુષને ઝડપી લીધાં હતાં.


comments powered by Disqus