વન્યપ્રાણીની સલામતી અને નિર્ભયતાથી વિચરી શકે તે માટે વનતંત્ર કટિબદ્ધ

Wednesday 21st December 2022 05:33 EST
 
 

ભુજ: વિશ્વ પ્રસિધ્ધ ઘુડખર અભ્યારણ્ય વિસ્તારમાં આવતા વાગડ વિસ્તારના રાપર તાલુકામાં વન્ય પ્રાણીઓ અને પક્ષીઓ નિર્ભયતાથી વિચરે તે માટે કચ્છ વનવિભાગ દ્વારા પગલા લેવાઈ રહ્યા છે. તે અન્વયે કચ્છના મુખ્ય વન સંરક્ષક સહિત તેમની ટીમે રાપર ઉત્તર રેન્જ રણકાંઠના વિસ્તારની મુલાકાત લીધી હતી અને વન્ય જીવોની સુરક્ષા અંગે સુચન કર્યું હતું.
આ અંગેની વધુ વિગતો મુજબ મુખ્ય વનસંરક્ષક વી.જે રાણા, ડી.એફ.ઓ., મદદનીશ વન સંરક્ષક અને આર.એફ.ઓ. , વિસ્તરણ રેન્જના આર.એફ.ઓ. વિગેરેએ રાપર ઉત્તર રેન્જના રણકાંઠાના વિસ્તારની મુલાકાત લીધી હતી. જેમાં સ્થાનિક વન વિભાગના અધિકારીઓને અભયારણ્ય વિસ્તારમાં વિવિધ સ્થળોએ વન્ય પ્રાણી માટે સુરક્ષા અને સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે સૂચન કર્યું હતું. જેમાં પીવાનાં પાણીની સમસ્યા હલ કરવા, વન્ય પ્રાણી માટે ઘાસચારો, રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ, રણકાંધીએ વાવેતર તથા રણ વિસ્તારમાં વન્ય પ્રાણીની સલામતી અંગે સમજણ આપી હતી.


comments powered by Disqus