‘રૂટ્સ 2022’ પ્રદર્શનમાં ક્રોકોડાઇલ નેકલેસ, ક્રિકેટ બોલ આકર્ષણનાં કેન્દ્ર

Wednesday 21st December 2022 06:31 EST
 
 

સુરત: સુરત જ્વેલરી મેન્યુ. એસો. દ્વારા સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે ‘રૂટ્ઝ 2022’ બીટુબી જ્વેલરી એક્ઝિબિશનનું આયોજન કરાયું. જેમાં 250 જ્વેલર્સે વિવિધ પ્રકારની જ્વેલરી મૂકી હતી. ખાસ કરીને રિયલ ડાયમંડમાંથી બનાવાયેલ ક્રિકેટ બોલ, રૂ. 30 લાખનો ક્રોકોડાઇલ નેકલેસ, રૂ. 5 લાખની સિસોટી આકર્ષણનું કેન્દ્ર હતાં.
15000 ડાયમંડ જડિત ક્રોકોડાઈલ નેકલેસમાં 8 હજાર રિયલ ડાયમંડ, 7 હજાર કલર સ્ટોનનો ઉપયોગ કરાયો છે. રૂ. 20 લાખના ક્રિકેટ બોલનું વજન 200 ગ્રામ છે, જેમાં ચાંદી-નેચરલ ડાયમંડ વપરાયા છે. ઉપરાંત રૂ. 5 લાખમાં બનેલી સોનાની સિસોટી પ્રદર્શનમાં મુકાઈ હતી, જેમાં 25 ગ્રામ સોનું, 12 કેરેટ નેચરલ હીરા જડવામાં આવ્યા છે.


comments powered by Disqus