ઈથિયોપિયામાં જૂથ અથડામણઃ 200થી વધુની હત્યા, બળવાખોરો પર આરોપ

Friday 24th June 2022 05:11 EDT
 
 

નૈરોબી: આફ્રિકાના ઈથિયોપિયામાં જાતીય હિંસાઓ વકરી રહી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ હિંસામાં 200થી વધુ લોકો માર્યા ગયા છે. માર્યા ગયેલા મોટા ભાગના લોકો અમહારા જાતિના છે. હુમલાનો આરોપ વિદ્રોહી સંગઠનો પર મૂકાયો છે. આફ્રિકાના બીજા સૌથી વધુ વસતી ધરાવતા દેશ ઈથિયોપિયામાં જાતીય હિંસાની ઘટનાઓ સામાન્ય બનતી જાય છે. અબ્દુલ તાહિરે જણાવ્યું હતું કે મેં 230 મૃતદેહોની ગણતરી કરી છે. મારા જીવનકાળ દરમિયાન જોયેલો સૌથી ઘાતક હુમલો છે.


comments powered by Disqus