સુરત, મુંબઇઃ ગુજરાતીમાં કહેવતમાં છેઃ ત્રણમાં ત્રેખડ પડે. મતલબ કે ત્રણ હોય ત્યાં વહેલામોડા મતભેદ - વિખવાદ કે ડખો થાય જ. કહેવત ભલે ગુજરાતી હોય, પરંતુ મહારાષ્ટ્રના મરાઠી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેનેય મંગળવારે આ કહેવતનો અર્થ સમજાઇ ગયો હશે. શિવસેના - કોંગ્રેસ - એનસીપી એમ ત્રણ પક્ષોની બનેલી સરકારમાં છેલ્લા કેટલાક સમયથી પ્રવર્તતા મતભેદો ખુલ્લા પડી ગયા છે. મંગળવારે શિવસેનાના 15 અસંતુષ્ટ ધારાસભ્યો ઉપરાંત એક એનસીપીના અને 14 અપક્ષ સહિત 30 અસંતુષ્ટ ધારાસભ્યોનું જૂથ વરિષ્ઠ નેતા એકનાથ શિંદેના નેતૃત્વમાં સુરત પહોંચ્યું હતું. આ સાથે જ મહારાષ્ટ્ર સરકારના પાયા હચમચી ગયા છે. રાજકીય નિરીક્ષકો આ હિલચાલને ઠાકરે સરકારના પતનનું કાઉન્ટડાઉન ગણાવે છે. આ રાજકીય ભૂકંપના મૂળમાં ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડનવીસની ચાણક્યનીતિ હોવાનું મનાય છે.
નારાજ શિંદેની આકરી શરત
શિવસેના સ્થાપક બાળાસાહેબ ઠાકરેના વફાદાર અનુયાયી હોવાનો દાવો કરતા શિંદેને મનાવવાના ઉદ્ધવ ઠાકરેના પ્રયાસો મંગળવાર મોડી રાત સુધી તો ફળ્યા નથી. શિંદેએ પક્ષમાં પરત ફરવા માટે ભાજપ સાથે ગઠબંધન કરવાની આકરી પૂર્વશરત મૂકી છે.
ઉદ્ધવે શિંદે સાથે વાતચીત કરવા માટે પોતાના ખાસ વિશ્વાસુ મિલિંદ નાર્વેકરને સુરત મોકલ્યા હતા. નાર્વેકર અને શિંદે વચ્ચે લગભગ એક કલાક સુધી મુલાકાત ચાલી હતી. નાર્વેકરે ફોન પર ઉદ્ધવ સાથે શિંદેની વાતચીત કરાવી હતી. જોકે આમ છતાં ઠાકરે શિંદેને મનાવી શક્યા નથી.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ લગભગ 20 મિનિટ ચાલેલી આ વાતચીતમાં ઉદ્ધવે મુંબઈ આવીને વાતચીત કરવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. પરંતુ શિંદે ભાજપ સાથે ગઠબંધનની વાત પર મક્કમ રહ્યા છે. એમ પણ કહ્યું કે પહેલાં ઉદ્ધવ પોતાનું વલણ સ્પષ્ટ કરે અને જો ભાજપ સાથે ગઠબંધન પર રાજી હોય તો પાર્ટી નહીં તૂટે.
ઉદ્ધવે શિંદે સાથે વાતચીત કરવા માટે પોતાના ખાસ વિશ્વાસુ મિલિંદ નાર્વેકરને સુરત મોકલ્યા હતા. નાર્વેકર અને શિંદે વચ્ચે લગભગ એક કલાક સુધી મુલાકાત ચાલી હતી. નાર્વેકરે ફોન પર ઉદ્ધવ સાથે શિંદેની વાતચીત કરાવી હતી. જોકે આમ છતાં ઠાકરે શિંદેને મનાવી શક્યા નથી.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ લગભગ 20 મિનિટ ચાલેલી આ વાતચીતમાં ઉદ્ધવે મુંબઈ આવીને વાતચીત કરવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. પરંતુ શિંદે ભાજપ સાથે ગઠબંધનની વાત પર મક્કમ રહ્યા છે. એમ પણ કહ્યું કે પહેલાં ઉદ્ધવ પોતાનું વલણ સ્પષ્ટ કરે અને જો ભાજપ સાથે ગઠબંધન પર રાજી હોય તો પાર્ટી નહીં તૂટે.
અમે બાળાસાહેબના સાચા શિવસૈનિકઃ શિંદે
શિંદેએ સુરતની હોટલમાં ધારાસભ્યોની સાથે શિફ્ટ થયા પછી પહેલું નિવેદન મંગળવારે બપોરે આપ્યું હતું. શિંદેએ ટ્વીટ કરીને જણાવ્યું છેઃ અમે બાળાસાહેબના કટ્ટર શિવસૈનિક છીએ. બાળાસાહેબે અમને હિંદુત્વ શીખવ્યું છે. તેમના વિચારો અને ઉપદેશો અમારામાં છે, અમે ક્યારેય સત્તા માટે છેતરપિંડી કરી નથી અને ક્યારેય કરીશું નહીં. આ પછી ભાજપ પણ સક્રિય થઈ ગઈ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ દેવેન્દ્ર ફડણવીસ સુરત પહોંચે તેવી શક્યતા છે. તેઓ મંગળવારે દિવસ દરમિયાન દિલ્હીમાં હતા. આ વચ્ચે મહારાષ્ટ્રને લઈને સૌથી મોટો સંકેત ફડણવીસના પત્ની અમૃતાએ ટ્વીટ કરીને આપ્યો છે. તેમને ટ્વીટ કર્યું છે કે 'એક હતો કપટી રાજા.' ટ્વીટમાં તેમને કોઈનું નામ નથી લીધું પરંતુ તેમના આ ટ્વીટથી મહારાષ્ટ્રમાં મોટા ફેરફાર થઈ શકે છે તેવી શક્યતાએ જોર પકડ્યું છે.
અસંતુષ્ટ જૂથમાં ત્રણ પ્રધાન
મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકાર પર જોખમ તોળાઈ રહ્યું છે. તેમના દિગ્ગજ મંત્રી એકનાથ શિંદે પોતાના એટલે કે શિવસેનાના 15, એક એનસીપી અને 14 અપક્ષ ધારાસભ્યો સાથે સુરતમાં ધામા નાખ્યા છે. શિંદે ઉપરાંત આ જૂથમાં અન્ય 3 પ્રધાન પણ છે. શિંદે શું ઈચ્છે છે તે જાણવા ઉદ્ધવે મિલિંદ નોર્વેકરને સુરત મોકલ્યા હતા. અંદાજે એક કલાક સુધી તેમની વચ્ચે વાતચીત ચાલી હતી. માનવામાં આવે છે કે શિંદે ભાજપ સાથે ગઠબંધન સરકાર બનાવવાની જીદ પર અટકેલા છે.
કાં તો દિલ્હી, કાં તો રિસોર્ટ
સુરતમાં હાજર ધારાસભ્યો વિશે બે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. એક- તેમને એરલિફ્ટ કરી દિલ્હી લાવવામાં આવી શકે છે અને ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા અને ગૃહ મંત્રી અમિત શાહ પાસે લઈ જવાય તેવી શક્યતા. બીજી શક્યતા તેમને અમદાવાદના કોઈ રિસોર્ટમાં શિફ્ટ કરવામાં આવી શકે છે.
શિવસેનાનો આંતરિક મામલોઃ પવાર
આ બધી હલચલ વચ્ચે શરદ પવાર મીડિયા સામે આવ્યા હતા. તેમણે લગભગ 11 મિનિટની પ્રેસ-કોન્ફરન્સ કરી હતી. તેમને પૂછવામાં આવ્યું કે શું શિંદે પોતે મુખ્યમંત્રી બનવા ઈચ્છે છે? ત્યારે તેમણે કહ્યું કે તેમણે અમારી સમક્ષ આવી કોઈ ઈચ્છા વ્યક્ત કરી નથી. મહારાષ્ટ્રમાં સરકારને પાડવાનું કાવતરું આ પહેલાં પણ થયું છે પણ ચિંતા કરવાની કોઈ વાત નથી. ઉદ્ધવ સરકાર ચાલતી રહેશે. તેમણે એમ પણ કહ્યું હતું કે આ સરકારનો મુદ્દો નથી. આ શિવસેનાનો આંતરિક મામલો છે.
ધારાસભ્ય પત્નીની પોલીસ ફરિયાદ
શિવસેનાના ધારાસભ્ય નીતિન દેશમુખનાં પત્ની પ્રાંજલીએ અકોલા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરી છે કે તેમના પતિ ગુમ છે. તેમણે છેલ્લે 20 જૂનના રોજ સાંજે સાત વાગ્યે તેમના પતિ સાથે વાત કરી હતી. ત્યાર પછી તેમના પતિનો ફોન બંધ આવે છે અને તેમની સાથે કોઈ વાતચીત થઈ નથી. તેમણે એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે તેમના પતિને જીવનું જોખમ છે. સુરતની હોટલમાં
તબિયત બગડતાં નીતિન દેશમુખને સુરત સિવિલમાં સારવાર માટે ખસેડાયા છે.
મહારાષ્ટ્રનું રાજકીય ધમસાણઃ ઉડતી નજરે
• ઉદ્ધવ ઠાકરેએ બોલાવેલી ધારાસભ્યોની બેઠકમાં 20 ધારાસભ્ય જ હાજર રહ્યા, 35 ધારાસભ્ય ગેરહાજર રહ્યા.
• કોંગ્રેસે પણ પોતાના ધારાસભ્યોની બેઠક બોલાવી છે.
• ભાજપના ચંદ્રકાંત પાટીલે કહ્યું હતું કે
• એનસીપીના નેતા શરદ પવારે કહ્યું હતું કે મહાવિકાસ આઘાડીની સરકારને પાડવાનો આ ત્રીજી વાર પ્રયાસ થયો છે. મને વિશ્વાસ છે કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સ્થિતિ સંભાળી લેશે.
• મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટીલે કહ્યું હતું કે મહારાષ્ટ્ર સરકાર અલ્પમતમાં આવી ગઈ છે. બાકી કંઈ પણ કહેવું ઉતાવળભર્યું રહેશે. એકનાથ શિંદેએ ભાજપને સરકાર રચવાનો કોઈ પ્રસ્તાવ મોકલ્યો નથી.
• શિવસેનાએ શિંદેને ધારાસભ્ય દળના નેતાના પદ પરથી હટાવ્યા, અજય ચૌધરીને આ પદ અપાયું છે.
સૂત્રોનો દાવો છે કે એકનાથ શિંદેએ એનસીપી અને કોંગ્રેસ સાથે ગઠબંધન તોડીને ભાજપ સાથે ગઠબંધનની શરત મૂકી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે એકનાથ શિંદે પોતે મુખ્યમંત્રી પદ પર બેસવા માગે છે. શિંદેએ 3 ધારાસભ્ય સંજય રાઠોડ, સંજય બાંગર અને દાદા ભુસે કુલને પણ માતોશ્રી મોકલ્યા છે. તેઓ ઉદ્ધવ સાથે વાતચીત કરશે. સવારે 8 વાગ્યાની આસપાસ સુરતથી જ શિંદેના મુંબઈ છોડવાના સમાચાર આવ્યા હતા. બાદમાં ખબર પડી કે શિંદેએ પોતાનો મોબાઈલ પણ સ્વિચ ઓફ કરી દીધો હતો. મુખ્યમંત્રી પણ ફોન પર વાત કરી શક્યા ન હતા. આ સમાચારના થોડા કલાકો પછી દિલ્હીમાં હલચલ વધુ તીવ્ર બની હતી. ગૃહમંત્રી અમિત શાહ ભાજપ અધ્યક્ષ નડ્ડાના ઘરે પહોંચ્યા હતા. બન્ને નેતાઓની બંધબારણે મુલાકાત થઈ હતી. આજથી 31 મહિના પહેલાં જ્યારે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેએ સરકાર બનાવી હતી ત્યારે શિવસેના-એનસીપી ગઠબંધન પાસે 56 ધારાસભ્યો હતા અને ભાજપની પાસે 106 ધારાસભ્ય હતા. વિધાનસભામાં 288 ધારાસભ્ય છે, એટલે કે સરકાર માટે 144 ધારાસભ્ય જોઈએ. વર્તમાન પરિસ્થિતિમાં શિવસેના-એનસીપી-કોંગ્રેસ પાસે 153 ધારાસભ્યો છે.
તમામ ધારાસભ્યો સુરતની લા મેરિડિયન હોટલમાં રોકાયા છે
સૂત્રો પાસેથી ભાસ્કરને મળેલી માહિતી મુજબ, તમામ ધારાસભ્યો સુરતની લા મેરિડિયન હોટલમાં રોકાયા છે. આ ધારાસભ્યોને સુરત લાવવામાં ભાજપના બે દિગ્ગજ નેતાઓનાં નામ સામે આવ્યાં છે. સુરતની જે હોટલમાં ધારાસભ્યો રોકાયા છે એની બહાર પોલીસે સુરક્ષા વધારી દીધી છે.
જો ધારાસભ્યો બળવો કરશે તો...
મહારાષ્ટ્રમાં સોમવારે યોજાયેલી વિધાન પરિષદની ચૂંટણીમાં મહાવિકાસ આઘાડીની બહુમતી ઘટીને 151 થઈ ગઈ છે. રાજ્યસભા ચૂંટણી દરમિયાન મહાવિકાસ આઘાડી પાસે 162 ધારાસભ્ય હતા, જ્યારે એ પહેલા આ સંખ્યા 170 હતી, એટલે કે રાજ્યસભા ચૂંટણી બાદ મહાવિકાસ આઘાડીના 11 ધારાસભ્ય ઓછા થયા છે.
પરિષદની ચૂંટણી પહેલાં અને પછી કુલ 19 ધારાસભ્ય મહાવિકાસ આઘાડીથી દૂર થઈ ગયા. બીજી બાજુ હવે ભાજપ પાસે 134 ધારાસભ્યનું સમર્થન છે. સરકાર રચવા માટે 144ની બહુમતી જરૂરી છે. આમ, મહાવિકાસ આઘાડી અને ભાજપની સંખ્યામાં તફાવત મોટો નથી. બળવો કરવા ઊતરેલા શિંદેએ આ ધારાસભ્યોનું સભ્યપદ પણ જાળવી રાખવું પડશે. મહારાષ્ટ્ર વિધાનસભામાં શિવસેનાના કુલ 56 ધારાસભ્ય છે. કાયદા મુજબ શિંદેને 37 ધારાસભ્યને એકત્ર કરવા પડશે. હાલમાં શિંદે પાસે કુલ 30 ધારાસભ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જેમાં શિવસેનાના 15 ધારાસભ્ય છે.
રાજ્યમાં કંઇ ભૂકંપ નહીં આવેઃ રાઉત
રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે કહ્યું છે કે મહારાષ્ટ્રમાં ભૂકંપ નહીં આવે. કેટલાક ધારાસભ્યોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે. જેનો સંપર્ક થઈ શકતો નથી. તેમણે કહ્યું કે જે ધારાસભ્યો સુરતમાં છે તેમને અટકાવવામાં આવ્યા છે. રાઉતે જણાવ્યું હતું કે તમામની વાડાબંધી કરવામાં આવી છે. તમામ ધારાસભ્યો આવવા માંગે છે અને તેઓ દરેક સંઘર્ષમાં શિવસેનાની સાથે રહ્યા છે.
ફડણવીસ પહોંચ્યા દિલ્હી
મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ દિલ્હી પહોંચી ગયા છે. જ્યારે ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે કહ્યુંઃ સંજય રાઉત બળવા પાછળનું સૌથી મોટું કારણ છે. તેમના નિવેદનથી પાર્ટીના ઘણા નેતાઓ નારાજ છે. અમે સરકાર બનાવવા બાબતે હજી વિચાર્યું નથી. કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ ટ્વિટ કરીને લખ્યું- એકનાથ શિંદેએ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લીધો છે.
રાજ્યસભા - વિધાનસભા ચૂંટણી બાદ નારાજગી
એકનાથ શિંદેની ગણતરી શિવસેનાના દિગ્ગજ નેતાઓમાં થાય છે. જ્યારે 2019માં ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે શિવસેનાએ શિંદેને ધારાસભ્ય દળના નેતા બનાવવામાં આવ્યા હતા. શિંદે થાણેના મોટા નેતા માનવામાં આવે છે અને બાળાસાહેબના સમયથી પાર્ટીમાં છે.

