દસ્ક્રોઈઃ દિલ્હી-મુંબઈ સ્પેશિયલ રેલ પ્રોજેકટની કામગીરી દરમિયાન કાસિન્દ્રાના ખેડૂતની જમીન સંપાદન કરી ન હોવા છતાં પણ અઢી વીઘાં જમીનમાં ઘૂસણખોરી કરી વૃક્ષો અને ઉભો પાક જમીનદોસ્ત કરી કામગીરી આરંભતા ખેડૂતે ન્યાય અને જમીન બચાવવા હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે તેમજ કલેકટર અને વેસ્ટર્ન રેલને ફરિયાદ કરી છે.
દિલ્હી-મુંબઈ વેસ્ટર્ન ડીએફસી રેલ પ્રોજેકટ દસ્ક્રોેઈના કાસિન્દ્રા ગામની સીમમાંથી પસાર થાય છે. આ માટે ખેડૂત દિલીપસિંહ મકવાણાના સરવે નંબર 151ની 20 વીઘા જમીન પૈકી સાડા સત્તર વીઘાં જમીનનું સંપાદન 2014 સુધી કરી લેવાયું હતું. ખેડૂત પાસે અઢી વીઘાં જમીન સરવે નબરની નકલમાં બોલે છે.આમ છતાં ચીફ પ્રોજેકટ મેનેજર શૈલેષ ઉપાધ્યાયે એકાએક જેસીબી મશીન સાથે ખેડૂતની બિન સંપાદિત જમીનમા આવી વૃક્ષો અને ઉભો પાક જમીન દોસ્ત કરી નાખ્યો આથી ખેડૂતે સરવે નંબરની નકલો બતાવી અઢી વીઘાં જમીન રેલવેની નહિ પરંતુ મારી પોતાના નામની હોવાથી કોઈ હક કબજો રેલવેનો નથી આથી કામગીરી નહિ કરવા જણાવતા રેલ અધિકારીએ જાણે ખેડૂતે ગેરકાયદે કબજો કર્યો હોય તેમ ખેડૂત સામે પોલીસ ફરિયાદ કરી પ્રોટેક્શન સાથે આવી જેસીબી વડે વૃક્ષો અને પાક જમીન દોસ્ત કરી રેલવે કામગીરીનો સામાન ઉતારતા ખેડૂત હાઇકોર્ટમાં રેલ અધિકારી શૈલેષ ઉપાધ્યાય સામે કેસ દાખલ કર્યો છે. ખેડૂતે આ અંગે અસલાલી પોલીસમાં શૈલેષ ઉપાધ્યાય સામે ફરિયાદ કરી છે.

