રાજનેતા નહીં સામાજિક નેતા બની રહેવાનો નરેશ પટેલનો નિર્ણય

Wednesday 22nd June 2022 10:27 EDT
 
 

રાજકોટ: ગુજરાતના રાજકારણમાં છેલ્લા છ મહિનાથી કેન્દ્ર સ્થાને રહેલા ખોડલધામના ચેરમેન નરેશ પટેલે અંતે પોતે રાજકારણમાં નહીં જોડાય તેવી જાહેરાત કરતા તમામ અટકળોનો અંત આવ્યો હતો, ખોડલધામના અનેક પ્રકલ્પોને આગળ વધારવા માટે પોતે વધુ સક્રિય બનશે, હાલમાં રાજકારણમાં નહીં જોડાય પરંતુ ખોડલધામમાં પોલિટિકલ એકેડેમી શરૂ કરવાની પણ જાહેરાત કરી હતી.
કાગવડ ખોડલધામ ખાતે પત્રકાર પરિષદમાં નરેશ પટેલે કહ્યું હતું કે, ખોડલધામના માધ્યમથી સામાજિક કાર્યો કર્યાનો સંતોષ છે, વધુમાં વધુ યુવાનો રાજકારણમાં સક્રિય થવા જોઇએ અને પાટીદાર સમાજના યુવાનો દરેક પક્ષમાં હોવા જોઇએ. જેથી ખોડલધામ દ્વારા પોલિટિકલ એકેડેમી શરૂ કરવામાં આવશે જેમાં તમામ સમાજના લોકોને રાજકારણના પાઠ ભણાવવામાં આવશે.
2007માં ભાઇ, 2012માં લોકો, 2017માં પરિવારજનો અને 2022માં વડીલોને આગળ ધર્યા....
ગુજરાતમાં ચૂંટણી આવે એટલે પાટીદાર આગેવાન નરેશ પટેલનું નામ હંમેશાં ગૂંજતું રહ્યું છે, 2007માં નરેશ પટેલનું નામ ચાલ્યું અંતે તેમણે તેમના મોટાભાઇ ના કહેતા હોવાની વાત કહીને રાજકીય વાતોથી પોતાને દૂર કર્યા હતા, 2012માં નામ ચગ્યું, અંતે પોતાની ઇચ્છા નહીં હોવાની વાત કરી, 2017માં નામ ગુંજ્યું, ત્યારે પરિવારજનોની ઇચ્છા નહીં હોવાથી ચૂંટણી નહીં લડે તેવી વાત કરી હતી.


comments powered by Disqus