સ્વચ્છ ભારતના આગ્રહી અને પ્રણેતા રહેલા પીએમ મોદીએ ફરી એક વાર સ્વચ્છ ભારત અભિયાનની અનોખી મિસાલ પૂરી પાડી હતી. રવિવારે નવી દિલ્હીમાં પ્રગતિ મેદાન ખાતે તેમણે મેઇન ટનલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પછી અચાનક તેમની નજર ટનલમાં પડેલી તૂટેલી પ્લાસ્ટિકની બોટલ પર પડી હતી તેમણે જાતે જ કચરા સ્વરૂપે પડેલી આ બોટલ ઉપાડી હતી અને તેને વીણીને ડસ્ટબીનમાં નાંખી હતી. જાતે જ કચરો વીણીને સફાઈનો આગ્રહ રાખનાર મોદીનો આ વીડિયો વાઈરલ થયો હતો. દેશના નાગરિકોએ સ્વસ્થતા અને સાદગીના ભેખદારી પીએમ મોદીની મહાનતાને ખોબલે ખોબલે પ્રશંસાનાં પુષ્પો વેરીને બિરદાવી હતી. અગાઉ 2019માં તામિલનાડુના મમલ્લાપુરમ ખાતેનાં બીચ પર જાતે કચરો વીતા અને બીચની સફાઈ કરતા મોદીનો વીડિયો વાઈરલ થયો હતો. તે પ્રસંગે પણ લોકોને મોદી પર પ્રશંસાનાં ફૂલોનો વરસાદ વરસાવ્યો હતો.

