શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ કાર્યાલયના ઈન્ચાર્જ પ્રકાશ ગુપ્તાએ જણાવ્યું કે એક વર્ષ પહેલાં ટ્રસ્ટ દ્વારા નિધિ સમર્પણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જેની મુદત જાન્યુઆરીથી માર્ચ સુધીની હતી. આ સમય દરમિયાન લોકો મંદિરના નિર્માણ માટે સ્વેચ્છાએ દાન આપતા હતા. તેમણે કહ્યું કે મંદિરના નિર્માણ માટે અત્યાર સુધીમાં ટ્રસ્ટને લગભગ 5,400 કરોડ રૂપિયા મળ્યા છે, જેમાંથી લગભગ 3,500 કરોડ રૂપિયા એકલા નિધિ સમર્પણ અભિયાન હેઠળ મળ્યા છે.

