હાસ્ય - જોક્સ

હાસ્ય - જોક્સ

Wednesday 22nd June 2022 04:50 EDT
 
 

બબલદાસઃ ટપુ, બેટા જરા મારું દાતનું ચોકઠું લાવ તો!
ટપુઃ પણ દાદાજી હજી મમ્મીએ રોટલી રાંધી નથી.
બબલદાસઃ બેટા.... રોટલી નથી ખાવાની, ચોકઠું આપને ભાઈ!
ટપુઃ અચ્છા...! તો સામેવાળા મીના દાદી બારીમાં આવ્યા લાગે છે!
---
જિગોઃ એક ગ્લાસ પાણી આપને.
લીલીઃ કેમ તરસ લાગી છે?
જિગઃ ના, ગળામાં પંચર ચેક કરવું છે.
---
કરસનદાસઃ ભાઈ, સાચવીને વાત કરજો. ગુરુજીને ક્રોધિત ન કરશો.
બબલદાસઃ પણ હું તો વોટ્સએપ પર ચેટ કરું છું. ક્રોધિત થાય તો વોટ્સએપ પર શ્રાપ આપશે?
કરસનદાસઃ શ્રાપ નહીં આપે, બધાને આજ્ઞા કરશે કે તમને રોજ 100 મેસેજ મોકલે!
---
ભૂરોઃ દાદા એક વાત પૂછું?
દાદાઃ હા પૂછને દીકરા.
ભૂરોઃ દાદા તમારે જીવન વીમો છે?
દાદાઃ ના નથી
ભૂરોઃ તો તમે કેમ વીમો નથી લીધો?
દાદાઃ મારા મૃત્યુ પછી તારા પપ્પા અને કાકાઓને ખરેખર દુઃખ થાય એટલે.
---
ડોક્ટરઃઆ ચાર દાંત કેવી રીતે તૂટ્યા?
જિગોઃ મારી પત્નીએ સુખડી બનાવી હતી
ડોક્ટરઃ અરે પણ આટલી કડક સુખડી ખવાતી હશે, ના પાડી દેવી હતી.
જિગોઃ ના પાડી એમાં જ તૂટ્યા.
---
ચંપાઃ તમને એક કરોડની લોટરી લાગે અને એ જ દિવસે મને કોઈ કિડનેપ કરીને એક કરોડની ખંડણી માગે તો તમે શું કરશો?
ભૂરોઃ મને મારા નસીબ ઉપર વિશ્વાસ છે. મને એક દિવસમાં બે લોટરી લાગે જ નહીં.


comments powered by Disqus