સુરત: સુરતમાં પાસોદરામાં એક તરફી પ્રેમમાં એક પ્રેમીએ યુવતીને જાહેરમાં ગળું કાપી કરપીણ હત્યા કરતા પડઘો આખા રાજ્યમાં પડી રહ્યો છે. આજે આ કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. જેમાં આરોપી ફેનિલની કોલ રેકોર્ડિંગ સામે આવી છે. તેણે મિત્રને ગ્રીષ્માને મારીને દવા પી લઈશ તેવું જણાવ્યું હતું. તો બીજી તરફ ફેનિલે પોલીસ સમક્ષ કબુલાત કરી લીધી હતી કે તેને ગ્રીષ્મા સાથે પ્રેમસંબંધ હતો અને આ વાતની ગ્રીષ્માના પરિવારને જાણ તથાં ૫-૭ માણસો તેના ઘરે આવ્યા હતા અને તેમણે તેને લાફો મારી દીધો હતો. આ લોકોએ ફેનિલના માતા-પિતાને પણ માર્યા હતા. આ ઘટના પછી ફેનિલને મનમાં લાગી આવ્યું હતું. જોકે, ગ્રીષ્માએ પણ બોલવાનું બંધ કરી દેતાં અંતે હત્યા કરવા પોતે બે છરા લઈને આવ્યો હતો તેમ જણાવ્યું હતું.
યુવતીની હત્યાનો ઉદ્દેશ સામે આવ્યો છે. જેમાં ફેનિલ તેના મિત્ર સાથે છેલ્લે આખી ઘટનાની વાત કરી હતી. બાદમાં યુવતીની હત્યા કરવા પહોંચ્યો હતો. ગ્રીષ્માના ઘરે ખબર પડી જતાં તેણે બધું મારા માથે નાંખી દીધું હતું. તેમ આરોપી દ્વારા ફોન પર તેના મિત્રને તમામ માહિતી આપી રહ્યો હતો.
વધુમાં આરોપીએ તેના મિત્રને કહ્યું કે યુવતિના પરિવારજનોએ મારા ઘરે આવી મને લાફો મારી દીધો હતો. પાંચ-છ જણા મોટી ગાડી લઈને આવ્યા હતાં. મારા પપ્પા વચ્ચે આવતાં તેમના હાથ પર વાગ્યું હતું અને લોહી નીકળ્યું હતું. મને મેસેજ કરવાની ના પાડી તો મેં મેસેજ બંધ કરી દીધાં હતાં અને એના પણ આવવાના બંધ થઈ ગયા હતા. ત્યારબાદ હું બહાર જતો ને તો મને મારવા આવતા હતા. હું એના ઘરે જઈને એને મારી નાંખીશ. એ મારી પાછળ પડી છે. મિત્રએ સમજાવવાની કોશિશ કરી કે તારે કંઈ નથી કરવાનું આપણે પતાવટ કરી દઈશું. પણ ફેનિલ માન્યો નહોતો. ફેનિલ આખરે કહ્યું હતું કે મારી લાઈફ બગાડી દીધી છે.
મિત્રે ફેનિલને ફોન પર ઘણીવાર સમજાવ્યો હતો પરંતુ તે માન્યો નહોતો. ગ્રીષ્મા પાસે મારા આઈડી-પાસવર્ડ હતા એટલે એણે એ રીતના મેસેજ કરી સ્ક્રિનશોટ ફેમિલીને બતાવ્યા. મને નથી ખબર કે એણે મેસેજમાં શું લખ્યું હતું. મારે કેસ નથી કરવો હું કેસ કરીશ તો મારે ફસાવવાનું આવશે. આવી હકીકત બાદ આખરે ફેનીલ યુવતીના ઘરે પહોંચ્યો હતો અને યુવતીની હત્યા કરી નાંખી હતી.
સુરતમાં કપલ બોક્સ પર પ્રતિબંધ મૂકાયો
સુરતમાં પોલીસ કમિશનર અજય તોમરે જાહેરનામું બહાર પાડ્યું છે. તેમણે શહેર વિસ્તારમાં કોફીશોપ, હોટેલ, કાફે, રેસ્ટોરન્ટ વગેરેમાં એકાંતમાં બેસાય તેવા કપલ બોક્સ પર પ્રતિબંધ મૂક્યો છે.

