વડોદરામાં મૃત્યુ બાબતે એફઆરઆઈ રદ કરવા શાહરુખની કોર્ટમાં અરજી

Thursday 24th February 2022 00:59 EST
 
 

અમદાવાદ: રઈસ ફિલ્મના પ્રમોશન દરમિયાન વડોદરા રેલવે સ્ટેશને ધક્કામુક્કી દરમિયાન એક વ્યક્તિના મૃત્યુ મુદ્દે શાહરુખ ખાન સામે થયેલી ફરિયાદ રદ કરવા બોલિવૂડ અભિનેતાએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. સુનાવણી દરમિયાન, હાઈકોર્ટે ફરિયાદ કરનાર વકીલને સુચવ્યું હતું કે આ કેસમાં ફરિયાદ કરનાર સહમત હોય તો તેઓ શાહરુખ ખાન તેમને માફીપત્ર આપે તેવું કહેશે. આ સમયે, ફરિયાદીના વકીલે રજૂઆત કરેલી તે આ સંદર્ભે તેઓ તેમના અસીલ સાતે ચર્ચા કરીને કોર્ટને જાણ કરશે. ૨૩ જાન્યુઆરી ૨૦૧૭ના રોજ શાહરુખ રઈસના પ્રમોશન માટે મુંબઈથી દિલ્હી જતી ટ્રેનમાં વડોદરા આવેલો. આ સમયે, અભિનેતાએ ટીશર્ટ અને બોલ બીડમાં ફેકતા ભાગદોડ મચેલી. જેથી પોલીસે લાઠી ચાર્જ કરેલો. આ સમયમાં ત્યાં એક વ્યક્તિનું મોત થયેલું અને કેટલાક ઘાયલ થયેલા. આ ઘટના બાદ મૃતકના પરિવારે શાહરુખ ખાને સામે એફઆઈઆર નોંધાવેલી હાઈકોર્ટમાં શાહરુખના વકીલની રજૂઆત હતી કે, મૃતક હાર્ટ પેશન્ટ હતો અને જેના લીધે તેનું મૃત્યુ થયેલું ફરિયાદીના વકીલની રજૂઆત હતી કે, શાહરુખ ખાનને આ રીતે ટ્રેનમાં ફિલ્મને પ્રમોશનની મંજૂરી જ ન હતી.


comments powered by Disqus