‘મારો આદર્શ નથ્થુરામ ગોડસે’ઃ શાળામાં ગાંધીના હત્યારાને હીરો બનાવાયો

Thursday 24th February 2022 00:51 EST
 

વલસાડ: વલસાડ જિલ્લા રમતગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ દ્વારા આયોજિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા સંચાલિત બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં ધો. ૫થી ૮ બાળકોએ ભાગ લીધો હતો. વલસાડ અધિકારીઓએ આ માટે ૩ વિષયો પસંદ કર્યા હતા. જેમાં ૧. મને તો આકાશમાં ઉડતું પક્ષી જ ગમે ૨. વૈજ્ઞાનીક બનીશ, પણ અમેરિકા નહીં જાઉ ૩. મારો આદર્શ- નથ્થુરામ ગોડસે હતા. દેશને આઝાદી અપાવનાર ગુજરાતના જ મહાત્મા ગાંધીજીની હત્યા કરનાર હત્યારા નથ્થુરામ ગોડસેને મારો આદર્શ (હીરો) કહેવડાવીને ગાંધીજીની વિલન તરીકે ચિતરવા માટે આ વિષય આયોજનપૂર્વક રખાયો હોવાની લોકોને પ્રતીતિ ત્યારે જ થઈ હતી કે સ્પર્ધાના નિર્ણાયકોને પણ આ જ વિષય ઉપર ગાંધીજીની જબરજસ્ત ટીકા કરી, ગાંધીજીને લીધે જ દેશના ભાગલા પડ્યા હોવાની અને દેશની હાલની પરિસ્થિતિ માટે જવાબદાર હોવાનું જણાવીને ગોડસને આદર્શ હોવાનું જણાવનારી બાળકીને પ્રથમ ક્રમાંક આપ્યો હતો. આ ચર્ચાસ્પદ બનેલા પ્રકરણમાં આયોજકો, સંચાલકો, વિષય પસંદ કરનારા તમારા સરકારી અધિકારીઓ તેમજ નિર્ણાયકો સુદ્ધાં આ વિવાદાસ્પદ વકતૃત્વ સ્પર્ધા બાબતે જવાબદાર હોવાનું બૌદ્ધિક વર્ગમાં ચર્ચાઈ રહ્યું છે. 


comments powered by Disqus