પ્રથમ તબક્કાની ચૂંટણી પહેલાં 4 હજારથી વધુ ફરિયાદ

Wednesday 23rd November 2022 05:52 EST
 
 

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી 1 ડિસેમ્બરે યોજાવાની છે, જેમાં વિવિધ પક્ષના અને અપક્ષ મળી કુલ 788 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. જો કે પ્રથમ ચૂંટણીમાં નસીબ અજમાવનારા વિવિધ ઉમેદવારો સામે અનેક ફરિયાદ પણ નોંધાઈ છે. c-VIGIL મોબાઇલ એપ્લિકેશન પર અત્યાર સુધીમાં કુલ 1,135 જેટલી ફરિયાદ નોંધાઈ ચૂકી છે. તો નેશનલ ગ્રિવન્સીસ રિડ્રેસલ સિસ્ટમ પોર્ટલ પર અત્યાર સુધીમાં 2399 ફરિયાદ પ્રાપ્ત થઈ ચૂકી છે. આ સિવાય નજર કરીએ તો કંટ્રોલરૂમ પર ફોન મારફતે 107, મીડિયા સેલના માધ્યમથી 49 અને ફરિયાદ શાખાને ટપાલ અથવા ઇ-મેઇલ દ્વારા 383 ફરિયાદ મળી ચૂકી છે. આમ વિવિધ માધ્યમથી 4,139 ફરિયાદ પ્રાપ્ત થઈ છે, જેમાંથી 3815 ફરિયાદોનો નિકાલ થઈ ચૂક્યો હોવાનું સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું છે.


comments powered by Disqus