૭ વર્ષની બાળકીની કવિતા સાંભળી PM બોલ્યા ‘વાહ બેટા... વાહ...’

Wednesday 23rd November 2022 06:25 EST
 
 

સુરેન્દ્રનગર : પોતાના બીજા ચૂંટણી પ્રચાર અભિયાનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરેન્દ્રનગરમાં જાહેરસભાને સંબોધિત કરવા પહોંચ્યા હતા, જ્યાં એક 7 વર્ષની બાળકીએ તેમનું મન મોહી લીધું હતું. બાળકીએ કવિતારૂપે ભાજપની વિકાસગાથાને રજૂ કરી હતી, જેને જોઈ પ્રધાનમંત્રી મોદી તાળીઓ પાડી બોલી ઊઠ્યા હતા ‘વાહ બેટા... વાહ....’ બાળકીને શાબ્દિક પ્રોત્સાહન આપવાની સાથે પ્રધાનમંત્રીએ તેને ઓટોગ્રાફ પણ આપ્યા હતા.
દૂધરેજ ખાતે રાજકોટની આધ્યાબા જાડેજા નામની બાળકીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક મિનિટમાં ભારતની વિકાસયાત્રા કવિતાના રૂપે સંભળાવી હતી. આરાધ્યાબા લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણાનાં ભાણેજ છે.
આરાધ્યાએ પ્રધાનમંત્રીને મળીને કહ્યું કે, ‘ભાજપ... ભાજપ... ભાજપ... આજે દરેક વાતની શરૂઆત થાય છે ભાજપથી, આજે દરેક ચર્ચાનો અંત થાય છે ભાજપથી... ભાજપને ઝુકાવવા જાતજાતની રમતો રમાય છે, આ વિકાસના પંથે ચાલતી ભાજપને કોઈ નહીં ઝુકાવી શકે. સમગ્ર ગુજરાતનો એક જ નારો, અમને તો ગમશે જ ભાજપ, ફરી આવશે જ ભાજપ...’
કવિતા પૂર્ણ થતાં પ્રધાનમંત્રી ખુશ થઈ તાળીઓ પાડીને બોલી ઊઠ્યા હતા ‘વાહ બેટા... વાહ...’


comments powered by Disqus