વેરાવળઃ પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શને પ્રતિવર્ષ કરોડો યાત્રીઓ દર્શને આવે છે. પરંતુ ભક્તોને ઘરે બેઠા પ્રતિદિન સોમનાથ મહાદેવના દર્શનનો લાભ મળી શકે તેના માટે વર્ષ 2015થી સોશિયલ મીડિયા દ્વારા ઇ-દર્શન કરી શકે તેના માટે વિશેષ વ્યવસ્થા શરૂ કરાઇ છે.
ભકતો ને ઘરે બેઠા એમના સોશિયલ મીડિયા એપ ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ, યુટ્યુબ ના માધ્યમથી સોમનાથ મહાદેવના પ્રાતઃ,મધ્યાહ્ન,અને સાયમ શૃંગારના દર્શન નિયમિત રીતે મળી રહે તેવી સુવિધા શરૂ કરવામાં આવી ત્યારે ભક્તોનો અદભુત સત્કાર મળ્યો. વર્ષ 2021 માં સોમનાથના સોશ્યલ મીડિયા પર 45 થી વધુ દેશોના 77.79 કરોડ લોકોએ સોમનાથ મહાદેવના દર્શનનો લાભ લીધો હતો ત્યાર બાદ પણ સોશ્યલ મીડિયા પર દર્શનાર્થીઓની સંખ્યામાં ઉતરોત્તર વધારો નોંધાયો છે. ગત જુલાઇ 2022 માં સોમનાથ મંદિરના વિવિધ સોશિયલ મીડિયાના માધ્યમ પર કુલ 9.68 કરોડ લોકોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. વિશ્વના 45 થી વધુ દેશોમાં ભકતો દૈનિક રીતે સોશ્યલ મીડિયા ના માધ્યમથી સોમનાથ મહાદેવના દર્શન કરે છે.
સોમનાથ ટ્રસ્ટની તમામ સેવાઓ અને દર્શન માટે આધુનિક માહિતી સભર વેબસાઈટ
સોમનાથ મહાદેવના આખો દિવસ સતત લાઈવ દર્શન, ફોટો-વિડીયો ગેલેરી સોમનાથ તીર્થમાં ઉજવાતા તમામ ઉત્સવોની માહિતી અને તેનું જીવંત પ્રસારણ સોમનાથ ટ્રસ્ટની આધુનિક વેબસાઈટ www.somnath.org પર

