કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી સાતમ-આઠમના મેળા બંધ રાખવામાં આવ્યા હતા. હવે સ્થિતિ સામાન્ય થતા સમગ્ર સૌરાષ્ટ્રમાં જોરશોરથી આ વખતે સાતમ-આઠમના મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. રોશનીની સાથે જનજીવનનો ખુશીનો પણ ઝગમગાટ પ્રસર્યો હતા. હૈયેહૈયું દળાય તેવી ભીડની વચ્ચે સૌ કોઇએ જન્માષ્મી પર્વના મેળામાં મજા માણી હતી.

