ભુજના સ્મૃતિવનમાં રૂ.100 કરોડના ખર્ચે આકાર લઇ રહ્યું છે અદ્યતન અર્થકવેક મ્યુઝિયમ

Wednesday 24th August 2022 07:19 EDT
 
 

ભુજઃ આગામી 28 તારીખે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જે વિશિષ્ટ પ્રકલ્પનું લોકાર્પણ કરવાના છે તે સ્મૃતિવન જે અનેક ઉતાર ચઢાવ બાદ લોકો માટે ઉપલબ્ધ બનવાનું છે. સમગ્ર પ્રોજેક્ટ 1 લાખ 10 હજાર ચોરસ ફૂટના વિસ્તારમાં રૂપિયા 100 કરોડથી વધુના ખર્ચે અદ્યતન તકનીકી સાથે બનાવામાં આવી રહ્યો છે. જેમાં પ્રવાસીઓને આકર્ષવા માટે અનેક આકર્ષણ છે.
અર્થકવેક મ્યુઝિયમમાં કુલ સાત ગેલેરીઓમાં વિશેષ આયોજન અને અદ્યતન ટેકનોલોજી સાથે મહેનત કરવામાં આવી છે. માત્ર પ્રવાસીઓ નહિ, કચ્છવાસીઓ માટે પણ એક વખત મુલાકાત ચોક્કસ કરવા જેવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે,આ કેમ્પની સંકુલ પ્રવાસીઓ માટે નિ:શુલ્ક નહીં રહે.

ભૂકંપ સંગ્રહાલયમાં મુલાકાતીઓ માટે નિર્માણ થઇ રહેલી ગેલેરી

પુન: રચના
• પૃથ્વી અને પ્રાચીન સંસ્કૃતિની પ્રાગૈતિહાસિક રચના અંગે
• 360 ડિગ્રી ઇમર્સિવ થિયેટર - સતત પરિવર્તનશીલ લેન્ડસ્કેપનું પ્રદર્શન
• ઇન્ટરેક્ટિવ મોડલ અને ગ્લોબ પ્રોજેક્શન (પૃથ્વીની રચના અને ખંડીય પ્રવાહ)
• પવન શિલ્પ અને સિસ્મોગ્રાફ ડિજિટલ ડિસ્પ્લે (રીઅલ ટાઇમ ફેરફારો)
• VR ટેકનોલોજી દ્વારા ધોળાવીરા, લોથલ વગેરેની દાર્શિક જાણકારી
• કચ્છના રણમાંથી મળી આવેલા અશ્મિના અવશેષો
• હડપ્પન સમયગાળાની પ્રાચીન વસાહતો
• વેપારના પ્રવેશદ્વાર તરીકે કચ્છ
પુન: પરિચય
• ઇન્ટરેક્ટિવ સાયન્સ મોડલ અને એનિમેટેડ ફિલ્મો (કુદરતી બળો, ગુજરાતમાં વિશિષ્ટ પરિબળોની અસર - ભૂકંપ, ચક્રવાત, દુષ્કાળ વગેરે)
• ઇન્ટરેક્ટિવ ઇમર્સિવ પ્રોજેક્શન - સફેદ રણ અને બન્નીની જમીન અંગે માહિતી
• અલ્લાહ બંધનું મોડેલ - કુદરતને કારણે કચ્છની ભૌગોલિક પરિસ્થિતિ ફેરફાર વિશે
• ભુંગાનું લાઇફ સ્કેલ મોડલ - પવન, ગરમી વગેરે સામે રક્ષણ આપતા ગ્રામ્ય રહેણાક વિશે
• રેઝિન મોડલ - ગુજરાતમાં પાણીનું જળ વ્યવસ્થાપન
પુન: પરિવર્તન
• 2001 ના ધરતીકંપની થીમ, ફેરફારો અને પડકારોનો સામનો
• ટાઇમ ફ્રીઝ સ્કલ્પચર, ગ્લાસ પ્રોજેક્શન, સાઉન્ડ શાવર.
• લાઇવ થિયેટર કલાકારો દ્વારા ભૂકંપ દરમિયાન તાત્કાલિક અસ્તવ્યસ્ત પરિસ્થિતિનો અનુભવ
• તાત્કાલિક બચાવ અને રાહત પ્રદર્શન - બસો અને વાન અસ્થાયી હોસ્પિટલોમાં પરિવર્તિત
• હોલોગ્રામ થિયેટર - વિશ્વભરમાંથી આવતી તમામ મદદનું પ્રદર્શન
• મલ્ટીપલ હેંગિંગ સ્પીકર્સ - કન્ટ્રોલ રૂમનો અનુભવ
પુન: નિર્માણ
• ગુજરાત ભૂકંપ પુનર્વસન અને પુનઃનિર્માણ (R&R) નીતિ
• GSDMA ની રચના અને હાથ ધરવામાં આવેલ તાત્કાલિક પગલાં
• ગુજરાતના વિકાસની સફળતાની ગાથાઓ પર પ્રકાશ પાડતું ઇન્ટરેક્ટિવ ઇન્સ્ટોલેશન
• ગુજરાતનું સંપૂર્ણ નવસર્જન અને પુનઃવિકાસ
• વર્તમાન ગુજરાતની ગતિશીલતા


comments powered by Disqus