અમદાવાદમાં કોમ્પ્યુટર એન્જિનિયર દ્વારા ક્રિપ્ટો કરન્સી કૌભાંડ

Tuesday 24th May 2022 13:15 EDT
 
 

અમદાવાદ: સોલામાં તાજેતરમાં જ કેટલીક નકલી નોટો સાથે પકડાયેલા એક યુવા કમ્પ્યૂટર એન્જિનિયરની તપાસમાં એક નવા જ પ્રકારના નકલી નોટોના ષડયંત્રનો ઘટસ્ફોટ થયો છે. જેની મોડસ ઓપરેન્ડી ઇન્ટરનેટ મારફતે સાગરિતો તૈયાર કરીને તેમને નરી આંખે પારખી જ ન શકાય તેવી નકલી ચલણી નોટો કુરિયર મારફતે પહોંતી કરવાની, આ નકલી નોટોથી એપલ આઈફોન જેવી વૈભવી વસ્તુઓ ખરીદવી, તુરત જ તે વેચી અસલી ચલણ ભેગું કરી દેવાનું અને તરત જ તે આંગડિયા મારફતે ક્રિપ્ટો કરન્સીમાં ટ્રાન્સફરી દેવાની જાણવા મળી છે. હજુ સુધી આ નકલી નોટો ખરેખર કોણ સપ્લાય કરે છે તેના સગડ ક્રાઈમ બ્રાન્ચને મળ્યા નથી. મુખ્ય આરોપી વેબસાઈટ મારફતે યુવકો શોધતો અને તેમને એક લાખની નકલી નોટો વટાવવા 10 હજાર કમિશનની લાલચ
આપીને નકલી નોટો માર્કેટમાં ફેરવતો હતો.


comments powered by Disqus