હૈદરાબાદઃ આંધ્રપ્રદેશના કોનાસીમા જિલ્લાનું નામ બદલવાના વિરોધમાં મંગળવારે હિંસા ફાટી નીકળી હતી. ગુસ્સે ભરાયેલા ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને વાહનોને આગ ચાંપી દીધી હતી. ઉશ્કેરાયેલા ટોળાએ અમલાપુરમ શહેરમાં પરિવહન પ્રધાન પી વિશ્વરૂપા અને ધારાસભ્ય પી સતીશના ઘરોને આગ ચાંપી દીધી હતી.
પોલીસે મંત્રી અને તેમના પરિવારને સલામત સ્થળે ખસેડ્યા છે. એક પોલીસ વાહન અને બસને પણ સળગાવી દેવામાં આવી હતી. પથ્થરમારામાં 20 જેટલા પોલીસકર્મીને ઈજા થઈ હતા. રાજ્ય સરકાર દ્વારા કોનાસીમાનું નામ બદલીને બીઆર આંબેડકર રાખવામાં આવ્યું હતું ત્યારબાદ સતત વિરોધ થઈ રહ્યો હતો. દરમિયાન પોલીસે વિરોધ પ્રદર્શનકારીઓ ઉપર લાઠીચાર્જ કર્યો હતો, જેને પગલે આ હિંસા ફાટી નિકળી હતી.
રાજ્યના ગૃહમંત્રી તનેતી વનિતાએ જિલ્લામાં ફાટી નીકળેલી હિંસાના કિસ્સામાં રાજકીય પક્ષો પર આરોપ મૂક્યો છે. તેમણે કહ્યું કે કેટલાક રાજકીય પક્ષો અને અસામાજિક તત્વોએ મળીને હિંસા ભડકાવી છે. કમનસીબે છે કે આ ઘટનામાં લગભગ 20 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે. ગૃહમંત્રીએ કહ્યું કે અમે આ મામલાની તપાસ કરીશું અને જે પણ દોષિત હશે તેને કડકમાં કડક સજા મળશે.

