ભુજઃ ક્છના ઇબ્રાહીમપીર અને લુણા બેટ પરથી આજે ચરસના 6 બિનવારસી પેકેટ મળી આવ્યા હતા. મે મહિનામાં જ બીએસએફ, મરીન કમાન્ડો અને પોલીસસહિતની એજન્સીઓને ક્રીક તેમજ બેટ પરથી સરેરાશ 1080 ગ્રામના ચરસના 36 પેકેટ મળી આવ્યા છે અને જેની અંજાદિત બજાર કિંમત 54 લાખની આસપાસ હોવાનું મનાઈ રહ્યું છે. જ્યારે મે2020થી અત્યાર સુધીમાં બીએસએશને કુલ 1514 પેકેટ કબજે કરવામાં સફળતા મળી છે. તા. 20નાં બીએસએફની ટુકડી પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન ઈબ્રાહીમપીર બેટ પીત ચરસના બે પેકટ મળી આવ્યા હતા. કબજે કરાયેલા પેકેટના પેકેજિંગ પર સ્ટારબક્સ મિડિય રોસ્ટ કોપી વિથ એસ્સેનશિયલ વિટામિન્સ લખેલું છે. જ્યારે લુણા ટાપુ પર બપોરે 12 વાગ્યાના અરસામાં કાપડની તેલીમાંથી ચાર પેકેટ ચરસના મળી આવ્યા હતા.
