અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી ધ્યાન લઈ ભાજપે આદિવાસી વોટબેંક મજબૂત કરવા માટે કમર કસી છે, તાજેતરમાં જ ખેડબ્રહ્માના કોંગ્રેસના ધારસભ્ય અશ્વિન કોટવાલે કોંગ્રેસ છોડી કેસરિયો ધારણ કર્યો હતો, ભાજપે હવે ઝાલોદના કોંગ્રેસના ધારાસભ્ય ભાવેશ કટારાને કેસરિયો ખેસ પહેરાવવા પ્રયાસો શરૂ કર્યા છે. જેના માટે શામ-દામ-દંડ ભેદની નીતિ અપનાવાઈ હોવાની રાજકીય વર્તુળોમાં જોરશોરથી ચર્ચા છે. આગામી દિવસોમાં ભાવેશ કટારા ભાજપમાં જોડાય તેવી શક્યતા સેવાઈ રહી છે. સૂત્રો કહે છે કે, દાહોદ જિલ્લાની એસટી અનામત એવી ઝાદોલ બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય બાવેસ કટારા કોંગ્રેસના કાર્યક્રમોમાં ગેરહાજર રહે છે, છેલ્લે દાહોદમાં કોંગ્રેસનો કાર્યક્રમ હતો તેમાં પણ ગેરહાજરી હતી, આ ધારાસભ્યના બાઈએક ખૂન કેસમાં સંડોવાયેલા છે, આ ખેન કેસમાં ગોઠવણ પાડવાની સાતે જ ધારાસભ્ય કટારાને કેસરિયો કેસ પહેરાવવાની ગતિવિધિ તેજ બની હોવાની જોરશોરથી ચર્ચા છે. સૂત્રો કહે છે કે, પોલીસે પણ આ ધારાસભ્ય ફરતે છેલ્લા કેટલાક સમયથી દબાણ વધાર્યું છે. અગાઉ ધારાસભ્યનો આ પરિવાર નિવેદન આપી ચૂક્યું છે કે, મર્ડર કેસમાં ખોટી રીતે ફસાવાયો છે. બીજી તરફ કોંગ્રેસના સૂત્રોના દાવો છે કે, દાહોદમાં રાહુલ ગાંધીની જાહેરસભાને જોરદાર પ્રતિસાદ મળ્યો છે, જેના કારણે ભાજપ સત્તાનો દુરુપયોગકરી, કાવા-દાવા કરીને કોંગ્રેસને તોડવાનો પ્રયત્ન કરે છે, ધારાસભ્યને ઘણા સમયથી પોલીસ પરેશાન કરી રહી છે.

