અમદાવાદઃ સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ કલેકટર હાલ સામાન્ય વહીવટ વિભાગમાં સંયુક્ત સચિવ ગુજરાત કેડરના 2011ની બેચના આઇએએસએ કાન્કીપતિ રાજેશની ઓફિસ અને રહેઠાણે સીબીઆઈએ દરોડા પાડતા આઇએએસ લોબીમાં ફફડાટ ફેલાઈ ગયો છે. સીબીઆઈની ટીમે કે. રાજેશની ગાંધીનગરથી અને તેના વહીટવટદાર રફિક મેમણની સુરતથી ધરપકડ કરી છે એટલું જ નહી કલેકટર ઓફિસના બે સરકારી કર્મચારીઓની લાંચ લેવામાં મધ્યસ્થીની ભૂમિકા બદલ હાલ અટકાયત કરાઈ છે. આંધ્રપ્રદેશના રાજામુન્દી ખાતેના રહેઠાણથી તેમજ સુરેન્દ્રનગરની કલેકટર કચેરીમાંથી વાંધાજનક દસ્તાવેજો અને ડિજિટલ ડેટા મળ્યા છે. આઇએએસ ઓફિસર કે રાજેશ પાસે આવતી હથિયારો પરવાનાની અરીઓનો િકાલ કરીને લાઈસન્સ ઇસ્યૂ કરવા માટે મોટી રકમની લાંચ વચેટિયાઓ મારફત લેવામાં આવતી હતી. જેમાં સુરતના રફિક મેમણ (પ્રોપ્રાઇટર, જીન્સ કોર્નર) ઉપરાંત કલેકટર કચેરના બે કર્મચારીો અરજદાર સાથે મળીને લાંચની રકમ મેળવી લેતા તા. એટલું જ નહીં સરકારી જમીનો લાભાર્થીઓને સરકારની મંજૂરી વગર વેચી મારીને કરોડો રૂપિાયનો ભ્રષ્ટાચાર કરવામાં આવતો હતો.
કે. રાજેશ પહેલા રફિક મેમણને રિમાન્ડ માટે રજૂ કર્યો
IAS અધિકારી અને તત્કાલીન સુરેન્દ્રનગર જિલ્લાના કલેકટર કે. રાજેશ કેસમાં સહ આરોપી રફિક મેમણની ધરપકડ કરીને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યા હતા. કોર્ટે આરોપી રફિક મેમણને એક દિવસના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો હતો. તપાસ એજન્સી દ્વારા ૧૦ દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી છે. જો કે રફીક મેમણના દ્વારા દલીલ કરવામાં આવી કે, આ કેસમાં તેઓ કોઈ રોલ નથી, લાઈસન્સ ઈસ્યૂ કરવા બાબતે જે પણ લેવડદેવડ થઈ છે. તેમાં કલેકટરની ભૂમિકા મહત્ત્વની હતી.
કે.રાજેશે લાંચમાં લીધેલા રૂપિયાનું પ્રોપર્ટીમાં રોકાણ કર્યાનો ખુલાસો
કે. રાજેશના ગાંધીનગર સ્થિત ઘર તેમ જ તેમના વતન આંધ્રપ્રદેશમાં કરાયેલી સર્ચમાં સીબીઆઈએ સંખ્યાબંધ વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા છે. તેમાં ખાસ તો ગેરરીતિ દ્વારા મેળવાયેલાં નાણાંનું મિલકતમાં રોકાણ કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. સીબીઆઈને બેંક લોકરમાંથી જમીન અને પ્લોટના આઠ દસ્તાવેજો મળી આવ્યા છે જેની તપાસ જારી છે.
લેવિસ લાઇફ સ્ટાઈલ, ફાંકડુ ગુજરાતી-ઇંગ્લિશ અને ડાયરામાં ગીતો ગાઈ ઇમેજ બિલ્ડ કરી હતી
પોડુંચેરી સેન્ટ્રલ યુનિવર્સિટીમાંથી બી.ટેક થયેલા IAS કે. રાજેશ ગુજરાતા બ્યુરોક્રેટ્સમાં બ્રાન્ડેડ કપડા, ઇમ્પોર્ટેડ શુઝ અને સ્વિસ વોચ, મોંઘા પરફ્યુમના શોખીન છે. 35 વર્ષના કે રાજેશઅગાઉ સુરતમાં આસિસ્ટન્ટ કલેકટર, DDO અને સુરેન્દ્રનગરમાં કલેકટર કે અને હાલમાં સચિવાલયમાં GADમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે કાર્યરત છે. પોતાની લેવિસ લાઈફ સ્ટાઈલ, ફાંકડુ ગુજરાત ઇંગ્લિશ બોલતા આઈએસ લોબી જ નહિ સુરત સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિઓમાં તેઓ સાઉથની ફિલ્મના હિરો તરીકે વધુ જાણીતા રહ્યા છે.

